• સ્મૃતિ મંધાના WPLની શરૂઆતની સિઝન માટે ટીમની કેપ્ટન નિમણૂક કરાઈ
  • સ્મૃતિ મંધાના WPL હરાજીની સૌથી મોંઘી ખેલાડી છે
  • સ્મૃતિએ 11 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતની અનુભવી બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆતની સિઝન માટે ટીમની કેપ્ટન નિમણૂક કરી છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી હરાજીમાં લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેનને ફ્રેન્ચાઈઝીએ રૂ. 3.40 કરોડમાં સામેલ કરી હતી. તે WPL હરાજીની સૌથી મોંઘી ખેલાડી છે. ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી હતી.

વિરાટ અને ફાફે કર્યું સ્વાગત

વીડિયોમાં RCBના ખેલાડી વિરાટ કોહલી અને મેન્સ ટીમના વર્તમાન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના મેસેજ છે. આમાં કોહલીએ કહ્યું, 'હવે વધુ એક 'નંબર 18' (જર્સી નંબર) WPLમાં ખૂબ જ ખાસ RCB ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. હા, અમે સ્મૃતિ મંધાનાની વાત કરી રહ્યા છીએ. સ્મૃતિ તમારું બેષ્ટ કરો. તમારી પાસે વિશ્વની બેસ્ટ ટીમ અને બેસ્ટ ફેન્સનું સમર્થન હશે. RCB મહિલા ટીમની કેપ્ટન બનવા પર સ્મૃતિએ કહ્યું, 'વિરાટ અને ફાફને RCBની આગેવાની વિશે આટલી વાત કરતા જોવું ખૂબ જ સારું છે. મને આ શાનદાર તક આપવા બદલ હું RCB મેનેજમેન્ટની આભારી છું. હું ફેન્સનો પ્રેમ અને સમર્થન મેળવવા માટે આતુર છું.

સ્મૃતિએ 113 મેચમાં 2661 રન કર્યા છે

સ્મૃતિ મંધાનાના નામે 113 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2661 રન છે. આ દરમિયાન તેની એવરેજ 27.15 અને સ્ટ્રાઈક રેટ 123.19 છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટી20 લીગ રમી ચૂકેલી સ્મૃતિએ 11 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે, તેના નેતૃત્વમાં ટ્રેલબ્લેઝર ટીમ WPL પહેલા યોજાયેલી મહિલા ટી20 ચેલેન્જમાં 2020ની ચેમ્પિયન બની હતી.

  • Follow us on: