- સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય
- પુરુષ અને મહિલા ક્રિકેટરનો પગાર સરખો થશે
- સાઉથ આફ્રિકા સમાન વેતન આપનારો ત્રીજો દેશ બનશે
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટ ટીમ માટે મોટો નિર્ણય કર્યો છે. હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ મહિલા ખેલાડીઓને પુરુષ ટીમ સમાન સેલેરી આપનારા દેશની યાદીમાં સામેલ થશે. સાઉથ આફ્રિકામાં જેટલી સેલરી પુરુષ ટીમને મળશે, તેટલી જ સેલેરી મહિલા ટીમને પણ મળશે. આ અંગે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ આપે છે સમાન પગાર
ઉલ્લેખનીય છે કે, પુરુષ ટીમની જેમ મહિલા ટીમને સમાન સેલેરી આપવાનું કામ અત્યારે માત્ર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ કરી રહ્યું છે. જ્યારે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકા પણ સામેલ થઈ જશે. જેથી આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ટીમ T-20 વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચી ટીમ
ખાસ વાત એ છે કે, સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ પણ હવે બેસ્ટ ટીમ બની રહી છે. 2022માં થયેલા થયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપના સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમે જગ્યા બનાવી હતી, જ્યારે આ વર્ષના શરૂઆતમાં થયેલી મહિલા T-20 વર્લ્ડકપન ફાઈનલમાં સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમે જગ્યા બનાવી હતી. જે આ ટીમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે સેલેરી માટે નવી સેટઅપ વ્યવસ્થા બનાવી છે. જેમાં મહિલા ખેલાડીઓને પણ સમાન વેતન આપવામાં આવશે. બોર્ડના CEO ફોલેત્સીનું કહેવું છે કે, મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પેઢી પણ આ નિર્ણયથી પ્રેરિત થઈ શકે છે.