- ઇંગ્લેન્ડે 2019માં સતત સાત મેચમાં 300 પ્લસ રન બનાવ્યા હતા
- શ્રીલંકાએ 2006માં પાંચ વખત આ મેજિક આંકડો હાંસલ કર્યો હતો
- ભારતીય ટીમ 2017માં પાંચ વખત સતત 300 પ્લસ રન બનાવ્યા હતા
લખનઉ ખાતેની વર્લ્ડ કપ મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે 311 રનનો સ્કોર નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકાએ વન-ડેમાં સતત પાંચમી વખત 300 પ્લસનો સ્કોર નોંધાવીને ભારતની બરોબરી કરી લીધી હતી. વન-ડેમાં ઇંગ્લેન્ડ સતત 300 પ્લસના મામલે ટોચના ક્રમે છે. 2019માં ઇંગ્લેન્ડે સતત સાત મેચમાં 300 પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે જેણે 2007માં સતત છ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમે 2020 તથા 2021માં પણ સતત છ મેચમાં 300 પ્લસ રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 2006માં પાંચ વખત આ મેજિક આંકડો હાંસલ કર્યો હતો. ભારતીય ટીમ 2017માં પાંચ વખત સતત 300 પ્લસ રન બનાવ્યા હતા અને આ રીતે સાઉથ આફ્રિકન ટીમે એક રીતે ભારતના પાંચ વખતના રેકોર્ડની બરોબરી કરી છે.










