- ટોમ લાથામ 40, વિલિયમ્સન 54, ડેન પિડેટે પાંચ વિકેટ ઝડપી
- ચોથી વિકેટ પડતાની સાથે કિવિ ટીમનો ધબડકો થયો હતો
- કિવિ ટીમનો સ્કોર ત્રણ વિકેટે 86 રનનો થયો હતો
ડે પિડેટે પાંચ વિકેટ ઝડપતા સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 211 રનના સ્કોરે સમેટી નાખ્યો હતો. આફ્રિકન ટીમે પ્રથમ દાવમાં 242 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના આધારે તેણે યજમાન ટીમ સામે 31 રનની લીડ મેળવી હતી. કિવિ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર ડેવોન કોનવે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા કેન વિલિયમ્સને ટોમ લાથામ સાથે 74 રનની ભાગીદારી નોંધાવી હતી. લાથામ 40 તથા વિલિયમ્સન 45 રન બનાવીને પિડેટનો શિકાર બન્યા હતા. આ સમયે કિવિ ટીમનો સ્કોર ત્રણ વિકેટે 86 રનનો થયો હતો. મિડલ ઓર્ડરમાં રચિન રવીન્દ્ર અને વિલ યંગે ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડયો હતો. રચિન 29 રન બનાવીને આઉટ થતાં બંને વચ્ચેની 59 રનની પાર્ટનરશિપ તૂટી ગઈ હતી. ચોથી વિકેટ પડતાની સાથે કિવિ ટીમનો ધબડકો થયો હતો. ટોમ બ્લન્ડેલ ચાર, ફિલિપ્સ ચાર, મેટ હેનરી દસ તથા ટિમ સાઉથી પાંચ રન બનાવીને આઉટ થયા હતા. 10મા ક્રમાંકના બેટ્સમેન નીલ વેગનરે 27 બોલમાં આક્રમક 33 રન બનાવીને ટીમનો સ્કોર 200 સુધી પહોંચાડી દીધો હતો. ઓફ સ્પિનર ડેન પિડેટે 89 રનમાં પાંચ તથા પીટરસને 39 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.










