- અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- અફઘાનિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી બહાર
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત થઈ છે. જેથી અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાં બહાર થઈ છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 244 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાએ આ ટાર્ગેટ 5 વિકેટના નુકસાને પ્રાપ્ત કર્યો છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રાસી વેન ડેર ડુસેને 95 બોલમાં 76 રન કર્યા છે. આ ઉપરાંત ક્વિંટન ડિ કોકે 47 બોલમાં 41, ટેમ્બા બાવુમા 28 બોલમાં 23, એડન માર્કરામ 32 બોલમાં 25, હેનરિક ક્લાસેને 13 બોલમાં 10, ડેવિડ મિલરે 33 બોલમાં 24 અને એન્ડીલે ફેલુકવાયોએ 37 બોલમાં 39 રન કર્યા છે.
અફઘાનિસ્તાનના બોલરનું પ્રદર્શન
રાશિદ ખાને 10 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ નબીએ 10 ઓવરમાં 35 રન આપીને 2 અને મુઝીબ ઉર રહેમાને 10 ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત નવીન ઉલ-હકે 6.3 ઓવરમાં 52, અઝમતુલ્લા ઓમરઝાઈએ 1 ઓવરમાં 8, નૂર અહેમદે 9 ઓવરમાં 49 અને રહેમત શાહે 1 ઓવરમાં 12 રન આપ્યા છે.
25 ઓવર બાદ સાઉથ આફ્રિકાની સ્થિતિ
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 3 વિકેટના નુકસાને 132 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડિ કોક 47 બોલમાં 41 રન કરીને, ટેમ્બા બાવુમા 28 બોલમાં 23 રન કરીને અને એડન માર્કરામ 32 બોલમાં 25 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે રાસી વેન ડેર ડુસેન 38 બોલમાં 34 રન કરીને અને હેનરિક ક્લાસેન 5 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, મુઝીબ ઉર રહેમાને 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ, રાશિદ ખાને 5 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ નબીએ 5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત નવીન ઉલ હકે 4 ઓવરમાં 20, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 1 ઓવરમાં 8 અને નૂર અહેમદે 4 ઓવરમાં 21 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 244 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 245 રનનો ટાર્ગેટ મળ્યો છે.
અફઘાનિસ્તાનની ઈનિંગ
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 244 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 245 કનનો ટાર્ગેટ મળ્યો છે. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 107 બોલમાં અણનમ 97 રન કર્યા છે. આ ઉપરાંત રહમાનુલ્લાહ ગુરબાઝે 22 બોલમાં 25, ઈબ્રાહિમ ઝાદરાને 30 બોલમાં 15, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 7 બોલમાં 2, રહેમત શાહે 46 બોલમાં 26, ઈકરામ અલિખીલે 14 બોલમાં 12, મોહમ્મદ નબીએ 3 બોલમાં 2, રાશિદ ખાને 30 બોલમાં 14, નૂર અહેમદે 32 બોલમાં 26 અને મુઝીબ ઉર રહેમાને 5 બોલમાં 8 રન કર્યા છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કેશવ મહારાજે 10 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 10 ઓવરમાં 44 રન આપીને 4 વિકેટ, લુંગી એનગિડીએ 8.3 ઓવરમાં 69 રન આપીને 2 વિકેટ અને એન્ડીલે ફેલુકવાયોએ 7 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 10 ઓવરમાં 40 અને એડન માર્કરામે 4.3 ઓવરમાં 25 રન આપ્યા છે.
25 ઓવર બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ અફઘાનિસ્તાને 4 વિકેટના નુકસાને 100 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ 22 બોલમાં 25 રન કરીને ઈબ્રાહિમ ઝાદરાન 30 બોલમાં 15 રન કરીને, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 7 બોલમાં 2 રન કરીને અને રહેમત શાહ 46 બોલમાં 26 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈ 39 બોલમાં 23 રન કરીને અને ઈકરામ અલિખીલ 6 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, કેશવ મહારાજે 6 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ અને લુંગી એનગિડીએ 3.3 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 4 ઓવરમાં 18, એડન માર્કરામે 4.3 ઓવરમાં 25 અને એન્ડીલે ફેલુકવાયોએ 3 ઓવરમાં 13 રન આપ્યા છે.
વનડે વર્લ્ડકપ 2023ની 42મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝાદરાન બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.
અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે આજે વર્લ્ડકપની 42મી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે અફઘાનિસ્તાને જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યારે અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે છેલ્લી તક છે. જો અફઘાનિસ્તાન આજની મેચ હારશે, તો ટૂર્નામેન્ટમાંથી બહાર થશે.
ICC વર્લ્ડકપ 2023માં ચાર ટીમો પહેલાથી જ બહાર થઈ ગઈ છે, જ્યારે ત્રણ ટીમો ચોથા નંબર માટે લડી રહી છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલની રેસમાં છે. ટૂર્નામેન્ટની 42મી મેચમાં સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકેલી સાઉથ આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે શરૂ થશે. ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાની ટીમ શાનદાર ફોર્મમાં છે. સાઉથ આફ્રિકાની ટીમ 8માંથી 6 મેચ જીતી છે, જ્યારે હશમતુલ્લાહ શાહિદીના નૈતૃત્વવાળી અફઘાનિસ્તાનની ટીમે પણ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા માટે આ મેચ સરળ રહેશે નહીં.
વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન હેડ ટૂ હેડ
વનડે વર્લ્ડકપમાં આ બંને ટીમો માત્ર 1 મેચમાં જ આમને-સામને આવી છે. જેમાં સાઉથ આફ્રિકાની જીત થઈ છે. આ બંને ટીમ વર્ષ 2019ના વનડે વર્લ્ડકપમાં આમને-સામને આવી હતી. આ મેચમાં અફઘાન ટીમ માત્ર 125 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જો કે, આ મેચમાં અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પિચ રિપોર્ટ
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં મેચ રમવામાં આવશે. અમદાવાદના આ મેદાનમાં બેટ્સમેન સારૂં પ્રદર્શન કરે છે. આ મેદાનમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 31 વનડે મેચ રમવામાં આવી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 17 મેચ જીતી છે, જ્યારે બોલિંગ કરનારી ટીમની 14 મેચમાં જીત થઈ છે. આ મેદાનમાં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 237 રન છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
અફઘાનિસ્તાન- રહમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી(કેપ્ટન) અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ઈકરામ અલીખિલ(વિકેટકીપર), મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ-હક
સાઉથ આફ્રિકા- ક્વિંટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાશી વેન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, એન્ડીલે ફેલુકવાયો, ડેવિડ મિલર, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંદી એનગિડી













