- લોરેન્ઝો મુસેટ્ટીને હરાવીને જોકોવિચ વિક્રમી 37મી વખત ફાઇનલમાં પ્રવેશ્યો
- અલ્કારાઝ સતત બીજા વર્ષે ફાઇનલ રમશે
- અલ્કારાઝને હરાવશે તો તે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વયનો ચેમ્પિયન ખેલાડી બની જશે
ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને તેનો ટાઇટલ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે થશે.
જોકોવિચે સેમિફાઇનલમાં લોરેન્ઝો મુસેટ્ટીને 6-4, 7-6 (7-2), 6-4થી હરાવ્યો હતો. બીજી તરફ અલ્કારાઝે ડેનિલ મેડવેડેવને પ્રથમ સેટ હાર્યા બાદ 6-7 (1-7), 6-3, 6-4, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 37 વર્ષીય જોકોવિચ જો અલ્કારાઝને હરાવશે તો તે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વયનો ચેમ્પિયન ખેલાડી બની જશે. અલ્કારાઝે ગયા વર્ષે જોકોવિચને ફાઇનલમાં પાંચ સેટ સુધી રમાયેલી મેચમાં હરાવ્યો હતો. બંને વચ્ચેના રેકોર્ડમાં જોકોવિચનું પલડું ભારે છે પરંતુ સ્પેનિશ ખેલાડીએ બે વખત જોકોવિચને હરાવ્યો હતો.










