• સ્પેન ટોક્યો ઓલિમ્પિક 2021ની ફાઇનલમાં બ્રાઝિલ સામે હારી ગયું હતું

  • એલેક્સ બાઇનાએ 28મી મિનિટે ફ્રી કિકને ગોલમાં ફેરવી હતી
  • ફ્રાન્સે છેલ્લે 1984ની લોસ એન્જલસ ઓલિમ્પિકમાં છેલ્લે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો

પેરિસ ઓલિમ્પિકમાં સ્પેને યજમાન ફ્રાન્સને 5-3થી હરાવીને નવો ઇતિહાસ રચ્યો હતો. સ્પેને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેન્સ ફૂટબોલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

સ્પેન ટોક્યો ઓલિમ્પિક 2021ની ફાઇનલમાં બ્રાઝિલ સામે હારી ગયું હતું. ફ્રાન્સે એક સમયે 3-1થી પાછળ રહ્યા બાદ જિન ફિલિપ માટેતાએ એક્સ્ટ્રા ટાઇમની ત્રીજી મિનિટે પેનલ્ટી સ્પોટ દ્વારા ગોલ કરીને સ્કોર સરભર કર્યો હતો. સર્જિયો કેમેલોએ એક્સ્ટ્રા ટાઇમમાં બે ગોલ કરીને સ્પેનનો ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો હતો. સ્પેને 1992ની બાર્સેલોના ઓલિમ્પિકમાં છેલ્લી મેન્સ ફૂટબોલનો ગોલ્ડ જીત્યો હતો. સ્પેનના ફર્મિન લોપેજે 18મી અને 25મી મિનિટે ગોલ કર્યા હતા. એલેક્સ બાઇનાએ 28મી મિનિટે ફ્રી કિકને ગોલમાં ફેરવી હતી. સ્પેને તાજેતરમાં યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. યજમાન તરીકે ફ્રાન્સને બીજી વખત સિલ્વર મેડલ મળ્યો છે. અગાઉ 1,900ની પેરિસ ગેમ્સમાં પણ ફ્રાન્સને સિલ્વર મળ્યો હતો. ફ્રાન્સે છેલ્લે 1984ની લોસ એન્જલસ ઓલિમ્પિકમાં છેલ્લે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.


  • Follow us on: