ઓવલ ગ્રાઉન્ડ ખાતે શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સ્મિથે ઈંગ્લેન્ડ તરફથી હાઈએસ્ટ 67 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારે ચાર, ફર્નાન્ડોએ ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાનો પ્રથમ દાવ 263 રનમાં સમેટાયો હતો. શ્રીલંકા તરફથી પાથુમ નિસાન્કાએ 51 બોલમાં નવ બાઉન્ડ્રીની મદદથી 64 રન બનાવ્યા હતા. સુકાની ધનંજયા ડિ સીલ્વાએ શ્રીલંકા તરફથી હાઈએસ્ટ 69 રનની ઈનિંગ રમી હતી. કામિન્દુ મેન્ડિસે મહત્વપૂર્ણ 64 રન બનાવ્યા હતા. શ્રીલંકાના પાંચ બેટ્સમેનો બેવડા આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. ઈંગ્લેન્ડવતી ગસ એટકિન્સન અને જોશ હલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે વોક્સે બે વિકેટ ઝડપી હતી.










