• બંને ખેલાડી કારિકિર્દીમાં પ્રથમ WTA ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે

  • જાન્યુઆરીમાં રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી
  • ગયા સપ્તાહે લૂલૂ સુને સિનસિનાટી ઓપનમાં નોસ્કોવાને રાઉન્ડ-64માં 6-4, 7-6 (4)થી હરાવી હતી.

છઠ્ઠી ક્રમાંકિત ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાએ બીજી ક્રમાંકિત અમેરિકાની એમ્મા નવારોને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 7-6 (7), 7-5થી હરાવીને મોન્ટેરી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

19 વર્ષીય નોસ્કોવાનો ફાઇનલમાં મુકાબલો ન્યૂઝીલેન્ડની લૂલૂ સુન સામે થશે જેણે બીજી સેમિફાઇનલમાં ત્રીજી ક્રમાંકિત એક્ટરિના એલેકઝાન્ડ્રોવાને 7-5, 3-6, 7-6 (6)થી હરાવીને પ્રથમ વખત ડબ્લ્યૂટીએ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને ખેલાડીઓ કારકિર્દીમાં પ્રથમ વખત ટાઇટલ જીતવાના તમામ પ્રયાસ કરશે. ગયા સપ્તાહે લૂલૂ સુને સિનસિનાટી ઓપનમાં નોસ્કોવાને રાઉન્ડ-64માં 6-4, 7-6 (4)થી હરાવી હતી. નોસ્કોવા ચાલુ વર્ષના જાન્યુઆરીમાં રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. બીજી તરફ 23 વર્ષીય લૂલૂ સુન ગયા મહિને ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલા વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચનાર પ્રથમ ક્વોલિફાયર બનવાની સિદ્ધિ મેળવી હતી.


  • Follow us on: