ભારતીય દિગ્ગજ જિમ્નાસ્ટ દીપા કર્માકરે સોમવારે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. દીપા 2016ની રિયો ઓલિમ્પિકમાં મામૂલી માર્જિનના કારણે મેડલ જીતવાથી વંચિત રહી હતી. ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતની પ્રથમ જિમ્નાસ્ટ બનેલી 31 વર્ષીય દીપા રિયો ગેમ્સની વોલ્ટ ઇવેન્ટમાં ચોથા ક્રમે રહી હતી અને તે માત્ર 0.15 પોઇન્ટના કારણે બ્રોન્ઝ મેડલ જીતી શકી નહોતો


દીપાએ જણાવ્યું હતું કે લાંબા વિચાર કર્યા બાદ મેં સ્પર્ધાત્મક જિમ્નાસ્ટિક્સમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ આસાન નિર્ણય નહોતો પરંતુ મારા મતે આ યોગ્ય સમય છે. મને યાદ છે ત્યારથી જિમ્નાસ્ટિક મારા જીવનમાં કેન્દ્ર સ્થાને રહી છે અને અનેક ચઢાવઉતારની વચ્ચે પ્રત્યેક મોમેન્ટ માટે આભારી છું. રિયો ઓલિમ્પિક વખતે દીપાની ઇવેન્ટ વખતે લગભગ પૂરો દેશ આખી રાત જાગ્યો હતો.

દીપા કર્માકરની સિદ્ધિઓ

રિયો ઓલિમ્પિક 2016 : વોલ્ટ ઇવેન્ટમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું જે કોઈ પણ ભારતીય મહિલા જિમ્નાસ્ટ દ્વારા ઓલિમ્પિકમાં હાંસલ કરવામાં આવેલું સર્વોચ્ચ સ્થાન છે.

 કોમનવેલ્થ ગેમ્સ 2014 : ગ્લાસ્કો ખાતે આયોજિત ગેમ્સની વોલ્ટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જેના કારણે તેને ઇન્ટરનેશનલ સ્તરે એક નવી ઓળખ મળી હતી.

 એશિયન ચેમ્પિયનશિપ : 2015માં ભુવનેશ્વર ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

 પદ્મશ્રી એવોર્ડ : 2017માં દીપાએ રમતાં આપેલા તેના યોગદાન બદલ ભારતના ચોથા સૌથી મોટા સન્માન પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

 ફ્લિક ફ્લેક : દીપાએ પ્રોડુનોવા નામની કપરી વોલ્ટ ટેક્નિકને સફળતાપૂર્વક કરી હતી જે એક પડકારાત્મક હોય છે અને તેને માત્ર કેટલીક જિમ્નાસ્ટ જ કરી શકતી હોય છે.


  • Follow us on: