બાંગ્લાદેશ સામેની ટી20 શ્રોણી માટે ભારતીય ટીમે પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે.


પ્રથમ મેચ છઠ્ઠી ઓક્ટોબર રવિવારે ગ્વાલિયરમાં રમાશે. નેટ્સમાં નવા બોલિંગ કોચ મોર્ને મોર્કેલે હાર્દિક પંડયા સહિત તમામ બોલર્સ ઉપર નજર રાખી હતી. જોકે મોર્કેલ નેટ્સમાં હાર્દિકની બોલિંગથી વધારે ખુશ નજરે પડયો નહોતો અને પ્રત્યેક બોલ બાદ તેને ટિપ્સ આપી હતી. મોર્કેલે હાર્દિકને બોલના રિલીઝ પોઇન્ટ અંગે કેટલાક ફેરફાર કરવાના સૂચનો આપ્યા હતા જેનો તેણે અમલ કર્યો હતો અને ત્યારબાદ મોર્કેલ બીજા બોલર્સ પાસે ગયો હતો.


  • Follow us on: