ભારતમાં પ્રથમ વખત આઇસ સ્કેટિંગ, થિયેટર તથા અરેબિયન નાઇટ્સનો અદ્ભુત સંગમ યોજાશે. ઓલિમ્પિક ફિગર સ્કેટિંગ ગોલ્ડ મેડલ વિજેતા તાતિયાના નવકા દ્વારા અમદાવાદના ઇકા એરિના ખાતે 'શેહેરઝાદે આઇસ શૉ'નો શુક્રવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે.
ઓલિમ્પિક, વર્લ્ડ અને યુરોપિયન ફિગર સ્કેટિંગ ચેમ્પિયન્સ આઇસ ડાન્સ દ્વારા કલાત્મક સ્કેટિંગ વડે પ્રેમ અને રોમાંચથી ભરપૂર કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તાતિયાના સિસ વિક્ટોરિયા સિનિસ્તિનાનું, નિકિતા કાત્સાલાપોવ શેહેરઝાદેનું, પોલિવાસ વાનાગાસ કિંગ મિર્ગલિનાનું, ઇરાન રિધિની જિન તરીકે, એગોર મુરાશોવ અલાદીનનું પાત્ર ભજવશે.










