45મી ચેસ ઓલિમ્પિયાડમાં આ વખતે ગોલ્ડ મેડલ માટેની પ્રબળ દાવેદાર ભારતીય ચેસ ટીમે પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં મેન્સ ટીમે મોરક્કોને અને વિમેન્સ ટીમે જમૈકાને પરાજય આપ્યો હતો.
મેન્સ કેટેગરીમાં ભારત ડી. ગુકેશ વિના રમ્યું હતું અને પ્રજ્ઞાનાનંદાએ મોર્ચો સંભાળ્યો હતો. તેણે તિસીર મોહમ્મદને હરાવ્યો હતો. બીજા બોર્ડમાં અર્જુન એરીગૈસીએ એલબીઝા જેક્સને તથા ત્રીજા બોર્ડમાં વિદિત ગુજરાતીએ મહદી પિરરે, ચોથા બોર્ડમાં પેંટાલા હરિકૃષ્ણાએ અનસ મોયાદને હરાવીને ભારતને 4-0થી વિજય અપાવ્યો હતો. બીજા રાઉન્ડમાં ભારતનો મુકાબલો આઇસલેન્ડ સામે થશે જેમાં ગુકેશ રમે તેવી સંભાવના છે.










