- પ્રથમ ટેસ્ટ : બાંગ્લાદેશ 565 ઓલઆઉટ, મુશફિકુર 191, પાકિસ્તાન બીજા દાવમાં 1/23
- સ્ટમ્પના સમયે શાન મસૂદ નવ તથા અબ્દુલ્લા શફીક 12 રન બનાવીને રમી રહ્યા હતા
- લિટન દાસે 78 બોલમાં 56, મહેદી હસન મિરાઝે 77 રનનું યોગદાન આપ્યું હતું.
પ્રવાસી બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
પાકિસ્તાનને પ્રથમ દાવમાં નોંધાવેલા 448 રનના જવાબમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવીને 117 રનની મજબૂત લીડ મેળવી લીધી હતી. ચોથા દિવસના અંતે પાકિસ્તાને બીજા દાવમાં એક વિકેટે 23 રન બનાવી લીધા હતા અને હજુ પણ તે 94 રન પાછળ છે. સ્ટમ્પના સમયે શાન મસૂદ નવ તથા અબ્દુલ્લા શફીક 12 રન બનાવીને રમી રહ્યા હતા. બાંગ્લાદેશનો અનુભવી વિકેટકીપર મુશફિકુર રહીમે નવ રન માટે પોતાની બેવડી સદી ચૂકી ગયો હતો. તેણે 341 બોલની ઇનિંગમાં 191 રન બનાવ્યા હતા. લિટન દાસે 78 બોલમાં 56, મહેદી હસન મિરાઝે 77 રનનું યોગદાન આપ્યું હતું.










