ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પ્રતિષ્ઠિથ ડાયમંડ લીગની 14 શ્રોણી બાદ ટેબલમાં ચોથા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય થયો હતો. ડાયમંડ લીગની ફાઈનલ બ્રસેલ્સમાં 13 અને 14 સપ્ટેમ્બરે યોજાશે. એથ્લેટિક્સમાં આ સિઝન પણ જેવલિન થ્રોના ઈવેન્ટ સાથે સમાપ્ત થશે.


ચોપરા ડાયમંડ લીગમાં દોહા અને લૌઝાનમાં બીજા સ્થાને રહ્યો હતો. તેને કુલ 14 પોઈન્ટ બનાવ્યા. તેને ગુરૂવારે ઝયુરિચમાં છેલ્લી શ્રોણીમાં ભાગ લીધો ન હતો. 26 વર્ષીય ખેલાડી ચેક રિપબ્લિકના ત્રીજા સ્થાને રહેલા જેકબ વાડલેચથી બે પોઈન્ટ પાછળ છે. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને જર્મન સ્ટાર જુલિયન વેબર અનુક્રમે 29 અને 21 પોઈન્ટ સાથે ટોચના બે સ્થાન પર રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ આ સિઝનમાં ફિટનેસ સામે સંઘર્ષ કરી રહ્યો છે.

ચોપરા ડાયમંડ લીગના લોઝૈન સ્ટેજમાં પીટર્સ પછી બીજા ક્રમે હતો ત્યારબાદ પીટર્સે 90.61 મીટરનો થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાયમંડ લીગ ફાઈનલ વિજેતાને પ્રખ્યાત ડાયમંડ ટ્રોફી, 30,000 અમેરિકી ડોલર અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે વાઈલ્ડ કાર્ડ પણ મળે છે.


  • Follow us on: