- 800 મીટર ફ્રી સ્ટાઇનલમાં ટિટમસે મેદાન માર્યું, મેકિઓને સાતમો ફાસ્ટેસ્ટ ટાઇમ હાંસલ કર્યો
- ઇલિજાહ વિનિંગટોને ત્રણ મિનિટ 41.41 સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
- મેકિઓન 2.7 મિનિટમાં રેસ પૂરી કરનાર પાંચમી મહિલા સ્વિમર બની
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની મોલી ઓકાલાહાને પેરિસ ઓલિમ્પિક પહેલાં વિશ્વના અન્ય સ્ટાર સ્વિમર્સને ચેતવણી આપીને ઓસ્ટ્રેલિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપની વિમેન્સ 100 મીટર ફ્રી સ્ટાઇલનો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ઓકાલાહાને 52.27 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી હતી. અન્ય ઓસ્ટ્રેલિયન સ્વિમર કેલી મેકિઓને 200 મીટર મિડલે રેસને બે મિનિટ 06.99 સેકન્ડમાં પૂરી કરીને 2009થી અતૂટ રહેલા ઓસ્ટ્રેલિયન રેકોર્ડને તોડી નાખ્યો હતો. 200 મીટર મિડલેમાં આ તેનો સાતમો ફાસ્ટેસ્ટ ટાઇમ રહ્યો હતો. મેકિઓન 2.7 મિનિટમાં રેસ પૂરી કરનાર પાંચમી મહિલા સ્વિમર પણ બની છે. મેન્સની 400 મીટર ફ્રી સ્ટાઇલમાં ઇલિજાહ વિનિંગટોને ત્રણ મિનિટ 41.41 સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. તેનો આ ટાઇમ ત્રીજા ક્રમાંકનો બેસ્ટ રહ્યો છે. વિમેન્સ 800 મીટરી ફ્ર સ્ટાઇલમાં એરિયન ટિટમસે આઠ મિનિટ 17.80 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત લાલી પેલિસ્ટર કરતાં બે સેકન્ડનો ઓછો સમય લીધો હતો.










