મુખ્ય કોચ ચંડિકા હથુરાસિંઘાનું માનવું છે કે ક્રિકેટની મહાશક્તિ ભારત સામે રમવાથી તેમની ટીમની ઇન્ટરનેશનલ લેવલ ઉપર તેની સ્થિતિની યોગ્ય સમીક્ષા થશે.
હથુરાસિંઘાએ જણાવ્યું હતું કે અમારી ટીમ ગુરુવારથી રમાનારી બે ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માની ટીમ તરફથી મળનારા પડકારનો સામનો કરવા માટે ઉત્સાહિત છે. વિશ્વની બેસ્ટ ટીમ સામે રમવાથી પ્રોત્સાહન મળે છે. પાકિસ્તાન સામે શ્રેણી વિજય મેળવ્યા બાદ અમારા ખેલાડીઓ આત્મવિશ્વાસથી સરભર છે. ભારતમાં આવીને તેની સામે રમવું તે વર્તમાન સમયમાં સૌથી મોટા પડકાર સમાન રહે છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ સામે રમવાથી તમે કયા લેવલ ઉપર છો તેનો ખ્યાલ આવે છે. એક ખેલાડી તરીકે તમે આ પ્રકારના પડકારને સતત શોધતા રહો છો.










