• કેટલાક ખેલાડીઓ આઇપીએલ ફાઇનલ બાદ 27 મીએ રવાના થશે

  • ટીમના સભ્યોને 21 મી મેએ ન્યૂયોર્ક જવાનું હતું પરંતુ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો
  • ભારત પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને આયરલેન્ડ સામે તથા નવમી જૂને પાકિસ્તાન સામે રમશે

ભારતના મોટા ભાગના ક્રિકેટર્સ તથા સહાયક સ્ટાફ જૂન મહિનામાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપ માટે 25 મી મેએ ન્યૂયોર્ક રવાના થશે. ટીમના બાકીના સભ્યો 26 મીએ રમાનારી આઇપીએલની ફાઇનલ બાદ લગભગ 27 મીએ રવાના થશે. અગાઉના કાર્યક્રમ મુજબ પ્લે ઓફ માટે ક્વોલિફાય નહીં કરનાર ટીમના સભ્યોને 21 મી મેએ ન્યૂયોર્ક જવાનું હતું પરંતુ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે રોહિત શર્મા, હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત, અર્શદીપસિંહ, અક્ષર પટેલ તથા સહાયક સ્ટાફ ૨૫મીએ ન્યૂયોર્ક જશે.ભારતીય ટીમ પહેલી જૂને બાંગ્લાદેશ સામે એકમાત્ર પ્રેક્ટિસ મેચ રમવાની હોવાના કારણે ખેલાડીઓને થોડોક વધારે સમય પરિવાર સાથે ગાળવા મળશે. ભારત પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને આયરલેન્ડ સામે તથા નવમી જૂને પાકિસ્તાન સામે રમવાનું છે.

ભારતીય ટીમ । રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડયા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


  • Follow us on: