ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદના નિકોલ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ અને ખોખરા સ્પોટ્સ કોમ્પ્લેક્સ તથા ગાંધીનગરના જીમખાના સેક્ટર 21 ખાતે રાજયકક્ષાની ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી.
ઓપન એજ, અબવ-40,અબવ-60 વયજૂથમાં યોજાયેલી ભાઈઓ-બહેનોની ટેનિસ સ્પર્ધાઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિજેતા બનીને રાજયકક્ષા સુધી પહોંચેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓપન એજ વયજૂથ ભાઈઓની સ્પર્ધામાં સિંગલ્સમાં તીર્થ દોશીએ ગોલ્ડ, ભાઈઓની ડબલ્સની સ્પર્ધામાં રાહુલ ઠાકોર અને વિમલ ઠાકોરે ગોલ્ડ, મિક્ષ ડબલ્સમાં ખુશાલી મોદી અને દીમીત્રી બાસ્કોએ ગોલ્ડ, બહેનોની સિંગલ્સ સ્પર્ધામાં ખુશાલી મોદીએ ગોલ્ડ તથા બહેનોની ડબલ્સ સ્પર્ધામાં ઝેવર ટીમાનીઆ અને સાક્ષી મહીડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અબવ-40 વયજૂથમાં ભાઈઓની સિંગલ્સ સ્પર્ધામાં રવિરાજસિંહ જાડેજાએ ગોલ્ડ, ભાઈઓની ડબલ્સની સ્પર્ધામાં પ્રણય પરીખ અને જીમીત કક્કડે ગોલ્ડ, મિક્ષ ડબલ્સમાં ચેતન ઠાકોર અને મનિષા મહેતાએ ગોલ્ડ, બહેનો સિંગલ્સ સ્પર્ધામાં હિરલ પટેલે ગોલ્ડ તથા બહેનોની ડબલ્સની સ્પર્ધામાં મનિષા મેહતા અને સેજલ શાહે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.










