- ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં પણ વધારો કરાયો
- સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનાર ખેલાડીઓને 60 હજાર પાઉન્ડ આપવામાં આવશે
- કુલ ઇનામી રકમ ગયા વર્ષની તુલનામાં 53 લાખ પાઉન્ડ (63 લાખ ડોલર) વધારે
ઓલ ઇંગ્લેન્ડ ક્લબના અધિકારીઓએ જાહેરાત કરી છે કે વિમ્બલ્ડનની કુલ પુરસ્કારની રકમ વધારીને વિક્રમી પાંચ કરોડ પાઉન્ડ (લગભગ છ કરોડ 40 લાખ ડોલર)ની કરવામાં આવી છે.
પ્રત્યેક સિંગલ્સ ચેમ્પિયનને 27 લાખ પાઉન્ડ (34 લાખ 50 હજાર ડોલર) મળશે. કુલ ઇનામી રકમ ગયા વર્ષની તુલનામાં 53 લાખ પાઉન્ડ (63 લાખ ડોલર) વધારે છે જે 11.9 ટકા જેટલો વધારો છે. દસ વર્ષ પહેલાં આ ગ્રાસ કોર્ટ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં અપાયેલી બે કરોડ 50 લાખ પાઉન્ડ કરતાં લગભગ બે ગણી રકમ છે.










