• 2010માં દિલશાન અને થરંગાએ નોંધાવેલો ભાગીદારીનો રેકોર્ડ પણ તોડયો

  • શ્રીલંકાએ આયરલેન્ડને 133 રને પરાજય આપ્યો હતો
  • શ્રીલંકા વતી થિલન સમરવીરા 932 વર્ષ 351 દિવસ) આ રેકોર્ડ ધરાવતો હતો

ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં શ્રીલંકાનો સામનો આયરલેન્ડ સામે થઇ રહ્યો છે. આયરલેન્ડે ટોસ જીતીને પહેલી બોલિંગ કરી હતી અને પહેલી બેટિંગ કરતી શ્રીલંકન ટીમના બેટ્સમેન દિમૂથ કરુણારત્નેએ શાનદાર બેટિંગ કરતા પોતાની વનડે કેરિયરની પહેલી સદી ફટકારી હતી. દિમૂથની સદીની મદદથી આયરલેન્ડ સામે જીત માટે 326 રનનું લક્ષ્યાંક મુક્યું હતું. દિમૂથે સદી ફટકારીને ઘણાં રેકોડ્ર્સ પોતાના નામે કર્યા હતા.પહેલી બેટિંગ કરતા શ્રીલંકાએ ઓપનર પથુમ નિસંકા 20 રને આઉટ થઇ ગયો હતો અને ત્યારબાદ કરુણારત્ને અને સદિરા સમરાવિક્રમાએ ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 160 કરતા વધારે રનની ભાગીદારી થઇ હતી. આ ભાગીદારી શ્રીલંકા માટે વનડે ક્રિકેટની સૌથી મોટી ભાગીદારી રહી છે. 161 રનની પાર્ટનરશિપ કરીને બંને બેટ્સમેનોએ 2010માં દિલશાન અને થરંગાની ભાગીદારીને પાછળ રાખી દીધી હતી. દિમૂથ 103 બોલમાં 103 રન બનાવીને બોલ્ડ થયો હતો. કરુણારત્નેએ સાથે જ વનડે ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર તે શ્રીલંકાનો 35મો બેટ્સમેન બન્યો છે. તે સાથે જ શ્રીલંકા માટે સતત કોઇ વર્ષે વનડે ઇનિંગમાં 50 કરતા વધારે રન બનાવવાના મામલે દિમૂથનું નામ જોડાઇ ગયુ છે. વર્ષ 2023માં દિમૂથે શ્રીલંકા માટે પાંચ વાર વનડેમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. દરમિયાન શ્રીલંકાએ આયરલેન્ડને 133 રને પરાજય આપ્યો હતો .

આયરલેન્ડ સામે ત્રણ સદી ફટકારી દિમૂથ કરુણારત્નેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આયરલેન્ડ સામે ત્રણ સદી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે. તેણે આ સિદ્ધિ ક્વોલિફાયર મેચમાં સદી મારીને કરી છે. સાથે જ શ્રીલંકા વતી સૌથી મોટી વયે 935 વર્ષ 65 દિવસ)માં સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા શ્રીલંકા વતી થિલન સમરવીરા 932 વર્ષ 351 દિવસ) આ રેકોર્ડ ધરાવતો હતો.


  • Follow us on: