શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝમાં 3 ODI મેચ રમાશે જેના માટે શ્રીલંકાએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર ચામિડુ વિક્રમસિંઘેને વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે પ્રથમ વખત શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દિલશાન મદુશંકાની પણ ODI ટીમમાં વાપસી થઈ છે, જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ઓગસ્ટમાં ભારત સામેની 50 ઓવરની મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ જ સિરીઝ ડેબ્યૂ કરનાર મોહમ્મદ શિરાઝે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
વાનિન્દુ હસરંગાની ટીમમાં વાપસી
હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ભારત સામેની છેલ્લી બે વનડેમાંથી બહાર રહેલ વાનિન્દુ હસરંગા પણ શ્રીલંકાની 50 ઓવરની ટીમમાં પરત ફર્યો છે, જ્યારે ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને અને સ્પિનર અકિલા ધનંજયાને બાકાત રાખવામાં આવ્યા છે. ભારત સામેની ODI પહેલા ખભાની ઈજાને કારણે મથિશા પથિરાના પણ ટીમની બહાર છે, જ્યારે દુષ્મંથા ચમીરા અને નુવાન તુશારા પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI માટે 16 સભ્યોની ટીમનો ભાગ નથી.
નિશાન મદુષ્કા, જેને ભારત સામેની શ્રેણીમાં પ્રથમ વખત વનડે માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી, તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝ 2-1થી જીતનારી શ્રીલંકાની ટીમ કેરેબિયન ટીમ સામે ત્રણ વનડે મેચ રમશે. પ્રથમ વનડે 20 ઓક્ટોબરે રમાશે જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 23 અને 26 ઓક્ટોબરે રમાશે. આ ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, સદિરા સમરવિક્રમા, નિશાન મદુષ્કા, દુનિથ વેલાલાગે, વાનિંદુ હસરાંગા, મહિશ તિક્ષ્ણા, જેફરી વેન્ડરસે, ચામિંડુ વિક્રમસિંઘે, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા, મોહમ્મદ શિરાઝ.