- લાહિરુ થિરિમાને પોસ્ટ કરી સંન્યાસની કરી જાહેરાત
- દેશ માટે રમવું તેના માટે સન્માનની વાત છે
- 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને કહ્યું અલવિદા
શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેન લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. લાહિરુએ શનિવારે પોતાની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે દેશ માટે રમવું તેના માટે સન્માનની વાત છે. આ રમતે તેને ઘણું આપ્યું છે. થિરિમાને લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યા હતા. તેમણે માર્ચ 2022માં શ્રીલંકા માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તેઓ ટીમની બહાર હતા.
થિરિમાનેએ વનડે ક્રિકેટમાં 4 સદી ફટકારી છે અને ટેસ્ટમાં 3 સદી ફટકારી છે. તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. થિરિમાનેએ પોતાની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
થિરિમાને ઇન્સ્ટાગ્રામ પર કરી ઈમોશનલ પોસ્ટ
થિરિમાનેએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “દેશ માટે રમવું મારા માટે ગર્વની વાત છે. છેલ્લા 13 વર્ષમાં મને મળેલી સુંદર યાદો માટે આભાર. મારી યાત્રા દરમિયાન તમારી શુભેચ્છાઓ બદલ આભાર. હવે અમે આગામી સ્ટોપ પર મળીશું.” સમાચાર લખ્યા ત્યાં સુધી, થિરિમાનેની આ Instagram પોસ્ટ પર ફેન્સની અગલ-અગલ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
લાહિરુએ કહ્યું કે તેમના માટે નિવૃત્તિનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. એક ખેલાડી તરીકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા, પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. તેણે વધુમાં કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય લેવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તે કયા કારણોથી તેને નિવૃત્તિ માટે પ્રભાવિત કર્યા તે વિશે અહીં કહી શકતો નથી.
થિરિમાનું અત્યાર સુધીનું પ્રદર્શન
લાહિરુની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 2010માં ભારત સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. થિરિમાને શ્રીલંકા માટે 44 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન 2088 રન બનાવ્યા. તેમણે ટેસ્ટમાં 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. થિરિમાનેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અણનમ 155 રન છે. તેમણે 127 વનડેમાં 3194 રન બનાવ્યા છે. તેમણે આ ફોર્મેટમાં 4 સદી અને 21 અડધી સદી ફટકારી છે.
તેમનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કોર અણનમ 139 રહ્યો છે. તેણે 26 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 291 રન બનાવ્યા છે. થિરિમાને ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ સારો દેખાવ કર્યો છે. તેણે 23 સદીની મદદથી 8799 રન બનાવ્યા છે. તેમણે લિસ્ટ Aની 233 મેચમાં 6007 રન બનાવ્યા છે. તેમણે આ ફોર્મેટમાં 7 સદી અને 43 અડધી સદી ફટકારી છે.