• શ્રીલંકાના ક્રિકેટર નિરોશન ડિકવેલા પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે
  • શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના પર ક્રિકેટના તમામ ફોર્મેટમાં પ્રતિબંધ મૂક્યો છે
  • લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન કથિત ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયો

શ્રીલંકન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન નિરોશન ડિકવેલા પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના પર ક્રિકેટના તમામ ફોર્મેટમાં પ્રતિબંધ મૂક્યો છે. તે તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન કથિત ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. જો કે આ પ્રતિબંધ કેટલો સમય ચાલશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો

એક અહેવાલ અનુસાર, ડિકવેલાને તપાસ બાકી હોય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ટૂંક સમયમાં આ અંગે નિવેદન જારી કરવામાં આવી શકે છે. LPL 2024માં ડિકવેલા ગોલ માર્વેલ્સ ટીમના કેપ્ટન હતા. તેણે લીગમાં 153.33ના સ્ટ્રાઈક રેટથી 10 ઇનિંગ્સમાં માત્ર 184 રન બનાવ્યા હતા. તેમની કપ્તાનીમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ગોલ માર્વેલ્સને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અંતિમ મેચમાં ડિકવેલા માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

વિવાદો સાથે જૂનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે નિરોશન ડિકવેલાને પ્રતિબંધિત કરવામાં આવ્યો હોય. આ પહેલા 2021માં પણ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પર, દાનુષ્કા ગુનાથિલાકા અને કુસલ મેન્ડિસ પર બાયો-બબલનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી તે ટીમમાં નિયમિત સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

 નિરોશન ડિકવેલાની કારકિર્દી

જ્યારે નિરોશન ડિકવેલાના કરિયરની વાત કરીએ તો તેણે શ્રીલંકા માટે 54 ટેસ્ટ મેચમાં 30.97ની એવરેજથી 2757 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 ફિફ્ટી ફટકારી છે. 55 ODI મેચોમાં તેણે 31.45ની એવરેજથી 1604 રન બનાવ્યા છે. 28 T20 મેચમાં 480 રન બનાવ્યા છે.


  • Follow us on: