• સ્ટીવ સ્મિથ ઇન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરશે
  • સ્મિથ પાસે સ્ટીવ વો અને એલન બોર્ડરને પાછળ છોડવાની તક
  • બોર્ડર-સ્ટીવ વો-સ્મિથે કેપ્ટન તરીકે 15 સદીઓ ફટકારી છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની લીડ મેળવી ચૂકી છે. આવી સ્થિતિમાં ત્રીજી ટેસ્ટ જીતીને રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ શ્રેણી પર કબ્જો કરવા માંગે છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા મેચ જીતી સિરીઝમાં કમબેક કરવા પ્રયત્ન કરશે. સાથે જ રેગ્યુલર કપ્તાન કમિન્સના સ્થાને ફરી કેપ્ટન બનેલ સ્ટીવ સ્મિથની નજર વધુ એક રેકોર્ડ પણ પર રહેશે.


સ્ટીવ સ્મિથ ત્રીજી ટેસ્ટમાં કરશે કપ્તાની

તમને જણાવી દઈએ કે, પ્રથમ બે ટેસ્ટ મેચમાં કાંગારુ ટીમની કમાન પેટ કમિન્સે સંભાળી હતી, પરંતુ પરિવારમાં કેટલીક સમસ્યાઓના કારણે પેટ કમિન્સે સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં સ્ટીવ સ્મિથ ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ મેચમાં સ્ટીવ પાસે ઓસ્ટ્રેલિયન ટીમના બે પૂર્વ કેપ્ટનના રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.

સ્મિથે 36 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી

વાસ્તવમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથ કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સ્ટીવે અત્યાર સુધીમાં કુલ 36 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાં ટીમ 20 વખત જીતી છે, જ્યારે ટીમ 16 વખત હારી છે અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.


ઈન્દોર ટેસ્ટમાં બે પૂર્વ કેપ્ટનનો રેકોર્ડ તોડવાની તક

ઓસ્ટ્રેલિયાની ટીમ માટે કેપ્ટન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે, જેણે કુલ 19 સદી ફટકારી હતી. બીજા નંબર પર સ્ટીવ સ્મિથ, સ્ટીવ વો અને એલન બોર્ડર છે જેમણે 15-15 સદી ફટકારી છે. આવી સ્થિતિમાં જો સ્ટીવ સ્મિથ ઈન્દોર ટેસ્ટમાં કેપ્ટન તરીકે બીજી સદી ફટકારે છે તો તે સ્ટીવ વો અને એલન બોર્ડરને પાછળ છોડી દેશે.

  • Follow us on: