• IPL-2023ની મેચમાં ગુજરાત ટાઇટન્સને છેલ્લા બોલે હારનો સામનો કરવો પડ્યો
  • રિંકુએ છેલ્લી ઓવરમાં સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી
  • IPLમાં છેલ્લી ઓવરમાં આટલા રન બનાવ્યા હોય તેવું પહેલીવાર બન્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL-2023ની મેચમાં ગુજરાત ટાઇટન્સને છેલ્લા બોલે હારનો સામનો કરવો પડ્યો હતો. બે વખતની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે એ રિંકુ સિંહના 5 સિક્સરના આધારે 3 વિકેટે મેચમાં જીતી હાંસલ કરી હતી. રિંકુએ છેલ્લી ઓવરમાં સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. IPLમાં છેલ્લી ઓવરમાં આટલા રન બનાવ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે.

પરિવારને સમર્પિત

ઈનિંગની છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 29 રનની જરૂર હતી. રિંકુ સિંહે અશક્યને શક્ય કરી બતાવ્યું. ગુજરાતના એક્ટિંગ કેપ્ટન રાશિદ ખાને પણ હેટ્રિક લીધી પણ રિંકુએ બધું બરબાદ કરી નાખ્યું. યાદગાર જીત મેળવનાર રિંકુ સિંહે પોતાનો દરેક સિક્સ તેના માટે સંઘર્ષ કરનારા પરિવારને સમર્પિત કર્યો. તેણે એમ પણ કહ્યું કે તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે.

રિંકુ એક ખેડૂત પરિવારમાંથી આવે છે

રિંકુ ઉત્તર પ્રદેશના અલીગઢના ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડતા હતા. પરિવારને દેવાના બોજમાંથી બહાર કાઢવા માટે રિંકુએ યુપીની અંડર-19 ટીમના ખેલાડી તરીકે મળેલા સ્ટાઈપેન્ડની. બચત કરવાની સાથે ઘરમાં નોકર તરીકે કામ કર્યું છે. તેણે 21 બોલમાં 6 સિક્સ અને 1 ફોર ફટકારીને ગુજરાતના જડબામાંથી જીત છીનવી લીધી હતી. 25 વર્ષીય ખેલાડીએ છેલ્લી સિઝનમાં પણ 15 બોલમાં 40 રન બનાવ્યા હતા પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તે મેચની છેલ્લી ઓવરમાં જરૂરી 21 રન બનાવી શક્યો ન હતો. રિંકુએ ગુજરાત સામે યાદગાર ઇનિંગ રમ્યા બાદ કહ્યું, 'મને ખાતરી હતી કે હું આ કરી શકીશ. ગયા વર્ષે હું લખનૌમાં આવી જ પરિસ્થિતિમાં હતો. વિશ્વાસ હજુ પણ ત્યાં જ હતો. હું વધારે વિચારતો ન હતો, માત્ર શોટ પછી શોટ મારતો ગયો. મારા પિતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મેં ગ્રાઉન્ડની બહાર માર્યો દરેક બોલ, દરેક સિક્સ એ લોકોને સમર્પિત હતી જેમણે મારા માટે ઘણું બલિદાન આપ્યું હતું.

કેપ્ટન નીતિશ રાણાએ પણ વખાણ કર્યા

KKRના કેપ્ટન નીતિશ રાણાએ પણ રિંકુના વખાણ કર્યા હતા. રાણાએ કહ્યું, 'રિંકુએ ગયા વર્ષે આવું જ કંઈક કર્યું હતું, જોકે અમે તે મેચ જીતી શક્યા નહોતા. જ્યારે તેણે ગુજરાત સામે બીજી સિક્સ ફટકારી ત્યારે અમે વધુ વિશ્વાસ કરવા લાગ્યા કારણ કે યશ દયાલ સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો. તમામ શ્રેય રિંકુ સિંહને જાય છે.

  • Follow us on: