- ભારતીય ટીમે આફ્રિકામાં કુલ આઠ ટેસ્ટ સિરીઝ રમી
- ભારત આફ્રિકામા એક પણ ટેસ્ટ સિરીઝ જીત્યું નથી
- આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ અંગે ગાવસ્કરની પ્રતિક્રિયા
ભારતીય ટીમ આજ સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમે આફ્રિકામાં કુલ આઠ ટેસ્ટ સિરીઝ રમી છે અને દરેક વખતે તેને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે, જો કે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે આ વખતે ભારતીય ટીમ ઈતિહાસ રચી શકે છે. તેમનું કહેવું છે કે સાઉથ આફ્રિકાના મુખ્ય બે ફાસ્ટ બોલરની ગેરહીજરીમાં ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની સારી તક છે. ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીના અભિયાનની શરૂઆત કરશે. આ માટે ભારતની આખી ટેસ્ટ ટીમે સાઉથ આફ્રિકામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ટેસ્ટ સિરીઝ અંગે ગાવસ્કરની પ્રતિક્રિયા
એક ઈન્ટરવ્યૂમાં, જ્યારે ગાવસ્કરને આગામી ટેસ્ટ સિરીઝમાં ભારતની જીતની તકો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, આ વખતે ભારતીય ટીમ પાસે ટેસ્ટ સિરીઝ જીતવાની સારી તક છે. કરાણ કે સાઉથ આફ્રિકાની ટીમમાં મુખ્ય બે ફાસ્ટ બોલર નોર્કિયા અને કગીસો રબાડા ગેરહાજર છે. જો આ વખતે ભારતીય બેટ્સમેન ધ્યાનથી રમે તો ભારતીય ટીમ 400થી વધુ રનનો સ્કોર બોર્ડ પર લગાવી શકે છે.
ભારતે 400થી વધુનો સ્કોર કરવો પડશે
ગાવસ્કર કહે છે, 'હા, શરૂઆતમાં જ્યારે બોલ લાલ અને ચમકદાર હોય છે, ત્યારે બાઉન્સની થોડી સમસ્યા હશે, પરંતુ આ ટેસ્ટ ક્રિકેટ છે. તેથી જ તમને 5 દિવસ મળે છે. તેમણે સારી બેટિંગ કરવી પડશે. જો તે 300 અને 500ની વચ્ચે સ્કોર કરો છો ભારતીય બોલરો પાસે સાઉથ આફ્રિકાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરવાની તક રહેશે.
ભારત પાસે શ્રેષ્ઠ તક
ગાવસ્કરે એમ પણ કહ્યું કે આ વખતે કદાચ ટીમ ઈન્ડિયા પાસે શ્રેષ્ઠ તક છે. મને લાગે છે કે ભારતીય ટીમે વર્ષ 2018માં જીત મેળવવી જોઈતી હતી. આ એવો પ્રવાસ હતો જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાથી ચૂકી ગઈ હતી.