• ભારત vs ઈન્ડિયા વિવાદ પર સહેવાગ બાદ ગાવસ્કરની પ્રતિક્રિયા
  • સુનીલ ગાવસ્કરે કહ્યું, ભારત અને ઈન્ડિયા બંને નામ અદ્ભુત છે
  • સરકાર અને BCCIએ ભારતનું નામ સત્તાવાર બનાવવું જોઈએ

ભારત vs ઈન્ડિયા વિવાદ પર સતત ચર્ચા ચાલી રહી છે. વીરેન્દ્ર સેહવાગ બાદ હવે પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ભારત vs ઈન્ડિયા વિવાદમાં પ્રવેશ કર્યો છે. સુનીલ ગાવસ્કરે ભારત vs ઈન્ડિયા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સુનીલ ગાવસ્કરે પણ પોતાનો મત આપતા કહ્યુ છે કે નામ શું હોવું જોઈએ? સુનિલ ગાવસ્કરે કહ્યું કે ભારત અને ઈન્ડિયા બંને નામ અદ્ભુત છે. જોકે, તેમણે કહ્યું કે સત્તાવાર નામ ભારત હોવું જોઈએ. પણ જો બદલાવ આવે તો આ બદલાવ દરેક વસ્તુમાં હોવો જોઈએ.

ભારત vs ઈન્ડિયા વિવાદ પર સુનીલ ગાવસ્કરે શું કહ્યું?

સુનીલ ગાવસ્કર કહે છે કે ભારત મૂળ નામ છે. જે કહેવા અને સાંભળવામાં સારું લાગે છે. પરંતુ તે સત્તાવાર સ્તરે હોવું જોઈએ. તેમણે કહ્યું કે સરકાર અને BCCIએ ભારતનું નામ સત્તાવાર બનાવવું જોઈએ. જે બાદ તેને ઈન્ડિયાને બદલે ભારતીય ક્રિકેટ ટીમ કહી શકાય. ઉપરાંત દેશોના નામ બદલતા રહે છે. ઉદાહરણ તરીકે, બર્માનું નામ હવે મ્યાનમાર છે. જો ભારત નામનો સત્તાવાર રીતે ઉપયોગ કરવામાં આવે તો મને નથી લાગતું કે કોઈને કોઈ સમસ્યા હોવી જોઈએ.

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને ઈન્ડિયાને બદલે ભારત નામની વકાલત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત મૂળ નામ છે, તેથી ઈન્ડિયા નામ હટાવી દેવુ જોઈએ. તેણે એમ પણ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર ઈન્ડિયાને બદલે ભારત લખવું જોઈએ. વિરેન્દ્ર સેહવાગનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

  • Follow us on: