- સુનીલે આઈપીએલમાં 69 વિકેટનો રેકોર્ડ બનાવ્યો
- ઈડન ગાર્ડનમાં બનાવી દીધો ખાસ રેકોર્ડ
- પહેલા આ રેકોર્ડ 68 વિકેટ સાથે લસિથ મલિંગાના નામે હતો
આઈપીએલ 2024ની47મી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પણ તે બોર્ડ પર મોટો સ્કોર બનાવી શકી નથી. કેકેઆરના દિગ્ગજ સુનીલ નરેને આ મેચમાં ખાસ બોલિંગ કરી. આ સમયે તેઓએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પહેલા આ રેકોર્ડ લસિથ મલિંગાના નામે હતો.
સુનીલ નરેને કર્યું મોટું કામ
સુનીલે દિલ્હી કેપિટલ્સની સામે 4 ઓવરમાં ફક્ત 24 રન આપ્યા અને 1 વિકેટ લીધી હતી. આ કેકેઆરની ટીમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ. તેમાં 69 વિકેટની સાથે આઈપીએલમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બન્યો છે. આઈપીએલમાં એક જ જગ્યાએ સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા છે. આ પહેલા આ લિસ્ટમાં લસિથ મલિંગા સૌથી આગળ રહ્યા હતા. મલિંગાએ મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં 68 વિકેટ પોતાના નામે કરી હતી.
આ ખેલાડીઓએ એક જ સ્થળે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ
- 69 વિકેટ - ઈડન ગાર્ડન, સુનીલ નરેન
- 68 વિકેટ - વાનખેડે, લસિથ મલિંગા
- 58 વિકેટ- દિલ્હી, અમિત મિશ્રા
- 52 વિકેટ- બેંગલુરુ, યુજવેન્દ્ર ચહલ
20 ઓવરમાં 153 રન બનાવી શકી દિલ્હીની ટીમ
દિલ્હી કેપિટલ્સે આ મેચમાં સૌથી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પણ તે સ્કોર બનાવી શકી નહીં. દિલ્હીની ટીમે 20 ઓવપમાં 9 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા. આ સમયે કુલદીપ યાદવે સૌથી વધુ નાબાદ 35 રન બનાવ્યા. તેઓએ આ રન 9મા નંબરે બેટિંગ કરી. આઈપીએલમાં 9મા નંબરે બેટિંગ કરવાની સાથે આ બેટ્સમેનનો આ બીજો મોટો સ્કોર છે.
આઈપીએલમાં નંબર- 9 પર સૌથી મોટો સ્કોર
- 49 રન- હરભજન સિંહ vs ડેક્કન ચાર્જર્સ - 2010
- 35 રન- કુલદીપ યાદવ vs કેકેઆર - 2024
- 34 રન- ક્રિસ મોરિસ vs એસઆરએચ- 2015
- 33 રન - હરભજન સિંહ vs સીએસકે - 2010
- 32 રન - અભિષેક પોરેલ vs પંજાબ કિંગ્સ - 2024
- 31 રન - જેમ્સ ફોકનર vs મુંબઈ ઈન્ડિયન્સ - 2014