• બ્રુકે 55 બોલમાં અણનમ 100 રન પૂરા કર્યા
  • પોતાના દાવમાં 12 ફોર અને 3 સિક્સર ફટકારી
  • સુયશ શર્માની ભૂલને કારણે બ્રુકની સદી પૂરી થઈ

સનરાઇઝર્સ હૈદરાબાદના રૂ. 13.25 કરોડના ખેલાડીએ આખરે પોતાનું બેટ ઘુમાવ્યું હતું. પહેલી 3 મેચમાં સુપર ફ્લોપ રહ્યા બાદ, હેરી બ્રુકનું બેટ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ગર્જ્યું હતું. તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને IPL 2023ની પ્રથમ સદી ફટકારી હતી. બ્રુકે 55 બોલમાં અણનમ 100 રન પૂરા કર્યા હતા અને ઇનિંગમાં 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. બ્રુકે KKRના દરકે બોલરને ધોઈ નાખ્યા હતા.

સુયશ બોલ ન પકડી શક્યો અને...

[[$googlead]]

કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર સુયશ શર્માની ભૂલને કારણે બ્રુકની સદી પૂરી થઈ હતી. વાસ્તવમાં 10મી ઓવર સુયશ દ્વારા કરવામાં આવી હતી અને તેણે ઓવરના બીજા બોલ પર ગુગલી ફેંકી હતી. બ્રુકનો શૉટ સીધો બોલર તરફ ગયો પણ બોલ સુયશના હાથને અડ્યો પણ તે બોલને પકડી શક્યો ન હતો. આ રીતે બ્રુકને જીવતદાન મળ્યું હતું.

[[$alsoread]]

બ્રુક છેલ્લે સુધી ક્રિઝ પર રહ્યો

સુયશની એક ભૂલે બ્રુકની ઇનિંગને જીવતદાન આપ્યું હતું અને તે પછી બ્રુકને રોકવો મુશ્કેલ બની ગયો. તે અંત સુધી ક્રિઝ પર રહ્યો અને હૈદરાબાદનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 228 રન પર પહોંચાડ્યો હતો. તેના સિવાય એડન માર્કરામે પણ અડધી સદી ફટકારી હતી. બ્રુકે પોતાની ઇનિંગની શરૂઆત ખૂબ જ તોફાની રીતે કરી હતી. તેણે માત્ર 12 બોલમાં 33 રન ફટકાર્યા હતા.

32 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા

આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણની ઓવરમાં બ્રુકની ગતિ ધીમી પડી અને તેણે 32 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. 50 રન પૂરા કર્યા બાદ બ્રુકે લોકી ફર્ગ્યુસનની ઓવરમાં તબાહી મચાવી હતી. આ ઓવર પછી તેનો સ્કોર 55થી સીધો 77 રન પર પહોંચી ગયો. ફર્ગ્યુસનની આ ઓવરમાં હૈદરાબાદના ખાતામાં 23 રન જોડાયા હતા. ફરી એકવાર ગતિ પકડ્યા પછી, KKR બોલરો તેને રોકી શક્યા નહીં અને આ બેટ્સમેને તેની ડેબ્યૂ સિઝન અને IPL 2023ની સદી ફટકારી.

  • Follow us on: