• સ્વીડિશ ગોલકીપરે મેચમાં 11 સેવ કર્યા

  • પેનલ્ટી શૂટઆઉટમાં મેચનું પરિણામ આવ્યું
  • અમેરિકન ગોલકીપર એલિસા નાહેરે ગોલલાઇન પર બોલને સેવ કર્યો

સ્વીડને મહિલા ફૂટબોલ વર્લ્ડકપની અંતિમ-16ની મેચમાં ગત ચેમ્પિયન અમેરિકાને પરાજય આપીને ઉલટફેર કર્યો છે. એક્સ્ટ્રા ટાઇમમાં પણ 0-0થી બરાબરી પર રહેલી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી કરવામાં આવ્યો હતો જેમાં સ્વીડને બાજી મારી લીધી હતી. એકદમ તણાવપૂર્ણ અને અકળ મેચમાં લીના હર્ટિગે પરફેક્ટ રીતે એક્ઝિક્યૂટ કરેલી સ્પોટ કિક વડે સ્વીડન માટે જીત સીલ કરી હતી. અમેરિકન ગોલકીપર એલિસા નાહેરે ગોલલાઇન પર બોલને સેવ કર્યો હતો પરંતુ વીએઆર દ્વારા આ સ્પોટ કિક ગોલ હોવાનું અનુમોદિત થતા અમેરિકાની હાર થઇ હતી અને સ્વીડને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ચાર વાર મહિલા ફૂટબોલ વર્લ્ડકપની વિજેતા અમેરિકાની ટીમ પાસે શૂટઆઉટમાં જીત મેળવવાની તક હતી પરંતુ સોફિયા સ્મિથે ક્રોસબારની ઉપર કીક મારી દેતા અમેરિકાની ટીમ અને ફેન્સ હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. સ્વીડન અને અમેરિકા વચ્ચેની આ મેચની સાચી નાયિકા સ્વીડીશ ગોલકીપર ઝેસિરા મુસોવિક હતી, જેના શાનદાર પ્રદર્શનને સમગ્ર મેચ દરમિયાન સ્વીડનની ટીમને મેચમાં જાળવી રાખી હતી. મેચ દરમિયાન મુસોવિકે એક-બે નહીં પરંતુ 11 સેવ કર્યા હતા અને અમેરિકન એટેકર્સનું મોરલ તોડી નાખ્યું હતું.


  • Follow us on: