ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહી છે તો બીજી તરફ ભારતમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. જેમાં હાર્દિક પંડ્યાથી લઈને મોહમ્મદ શમી અને તિલક વર્મા જેવા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. તિલકે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદીએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ટી20 ફોર્મેટમાં આ તેની સતત ત્રીજી સદી છે. આવું કરનાર તે પ્રથમ ખેલાડી છે.
T20 ક્રિકેટમાં સતત ત્રીજી સદી ફટકારી
તિલક વર્મા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યા છે. હૈદરાબાદની પ્રથમ મેચ મેઘાલય સામે હતી. આ મેચમાં તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. આ મેચમાં તિલકે 67 બોલમાં 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તિલકને 14 ચોગ્ગા અને 10 શાનદાર સિક્સર ફટકારી હતી. ટી20 ફોર્મેટમાં તિલકની આ સતત ત્રીજી સદી છે.
https://twitter.com/CricCrazyJohns/status/1860181491034259952
તિલક વર્માનો ચમત્કાર
તિલક વર્માએ મેઘાલય સામે રમાયેલી મેચમાં માત્ર 67 બોલમાં 151 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની ખાસ ઇનિંગ્સ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને 225.37ના જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. તિલકની આ ઇનિંગની મદદથી હૈદરાબાદે 20 ઓવરમાં 248 રન બનાવ્યા અને મેઘાલયના બોલરોની ધોલાઈ કરી હતી.
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન
તિલકે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સદી ફટકારી હતી. જે બાદ તિલક હવે T20 ફોર્મેટમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી ચાર મેચોની T20 સિરીઝની છેલ્લી બે મેચમાં તિલક વર્માના બેટમાંથી બે શાનદાર સદી જોવા મળી હતી. તિલકે ત્રીજી મેચમાં 107 રન અને ચોથી મેચમાં 120 રનની ઇનિંગ રમી હતી.
https://twitter.com/mufaddal_vohra/status/1860189815876255914
હૈદરાબાદે બનાવ્યા હતા 248 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જેમાં તિલકે 151 રનનું યોગદાન આપ્યું હતું. તિલક સિવાય તન્મય અગ્રવાલે 23 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. તન્મયે પોતાની ઇનિંગ દરમિયાન 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. હવે આ મેચમાં હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.