- બટલર 32 બોલમાં આઠ ફોર અને ચાર સિક્સર સાથે 68 રન કર્યા હતા
- ઇંગ્લેન્ડના છ વિકેટે 208 રનના જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયા નવ વિકેટે 200 રન કરી શક્યું
- જોસ બટલર અને એલેક્સ વચ્ચેની ફક્ત 68 બોલમાં 132 રનની રેકોર્ડતોડ ભાગીદારી રંગ લાવી
ટી20 વિશ્વ કપ શરૂ થવાના ફક્ત એક સપ્તાહ અગાઉ જ આ ખિતાબના પ્રબળ દાવેદાર ગણાતા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારથી ત્રણ મેચની ટી20 સિરીઝની શરૂઆત થઇ હતી જેમાં પ્રવાસી ઇઁગ્લેન્ડની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં આઠ રને પરાસ્ત કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમે છ વિકેટે 208 રન કર્યા હતાં તેના જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયા નવ વિકેટે 200 રન કરી શક્યું હતું. ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલર અને ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સે શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડતોડ શતકીય ભાગીદારી નોંધાઇ હતી. બન્ને ખેલાડીઓએ 68 બોલમાં 132 રન કર્યા હતાં. ઇંગ્લેન્ડ તરફથી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી રહી હતી. ફક્ત 51 બોલમાં 84 રનની મજબૂત ઇનિંગની સાથે બે મહત્ત્વના કેચ ઝડપનારા એલેક્સને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વોર્નરના 73 રન એળે ગયા 209 રનના લક્ષ્યાંક સાથે મેદાને પડેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. ફક્ત 15 રનના સ્કોર પર તેની પ્રથમ વિકેટ પડી હતી. જો કે તે પછી વોર્નર અને માર્શે ટીમનો સ્કોર 85 રન સુધી પહોંચાડયો હતો. માર્શ 36 રન કરીને આઉટ થયો હતો.
જોસ બટલરે શાનદાર કમબેક કર્યું










