- T20 વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ
- ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો
- આ અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક જીત બની ગઈ હતી
T20 વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની આ પહેલી મેચ હતી અને પહેલી જ મેચમાં ટીમને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાને આ મેચ એકતરફી જીતી લીધી હતી. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને રાશિદ ખાનની ટીમે 84 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ધમાકેદાર રેકોર્ડ સર્જાયા હતા અને આ જીત અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક જીત બની ગઈ હતી.
T20 વર્લ્ડકપમાં AFGની ત્રીજી મોટી જીત
- સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું (વર્ષ 2021)
- યુગાન્ડાને 125 રનથી હરાવ્યું (2024)
- ન્યુઝીલેન્ડને 84 રનથી હરાવ્યું (વર્ષ 2024)
- નામિબિયાને 62 રનથી હરાવ્યું (વર્ષ 2021)
T20 વર્લ્ડકપમાં એક ઇનિંગમાં 4-4 વિકેટ ઝડપનારા 2 બોલર
ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની બોલિંગ શાનદાર રહી હતી. અફઘાનિસ્તાન તરફથી બોલિંગ દરમિયાન રાશિદ ખાન અને ફઝલક ફારૂકીએ 4-4 વિકેટ ઝડપી હતી. અગાઉ, અફઘાનિસ્તાન માટે આ સિદ્ધિ વર્ષ 2021 માં રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનની જોડીએ હાંસલ કરી હતી.
T20 વર્લ્ડકપમાં કેપ્ટન દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડા
રાશિદ ખાન આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડ સામે રાશિદે શાનદાર બોલિંગ રજૂ કરી હતી. આ મેચમાં બોલિંગ કરતી વખતે રાશિદે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન હવે T20 વર્લ્ડકપમાં કેપ્ટન દ્વારા સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે.
- ઝીશાન મકસૂદ (20/4)- વર્ષ 2021
- ડેનિયલ વેટોરી (20/4) – વર્ષ 2007
- રાશિદ ખાન (17/4) – વર્ષ 2024