• વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આજે આયર્લેન્ડ સાથે થશે
  • ભારતીય ટીમે 2007માં તેનો પહેલો T20 વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો
  • ભારતીય ટીમનો નવો હાર્દિક પંડ્યા વાસ્તવમાં નવો યુવરાજ સિંહ છે

ક્રિકેટના મહાકુંભ T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આજે આયર્લેન્ડ સાથે થશે. ભારતીય ટીમ વર્લ્ડકપ ટાઈટલ જીતવા માટે સજ્જ છે. ભારતીય ટીમે 2007માં તેનો પહેલો T20 વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો. આ મેચની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહે વર્લ્ડકપનો ખિતાબ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઉણપને પુરી કરવા માટે ભારતીય ટીમ પાસે એક એવો ખેલાડી છે જે 2024નો વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર કરી શકે છે. શિવમ દુબેનું નામ તમારા મગજમાં ચાલી રહ્યું હશે, પરંતુ આ ખેલાડી કોઈ અન્ય છે. આવો તમને જણાવીએ કે આ ખેલાડી કોણ છે.


યુવરાજ સિંહની ભૂમિકા ભજવશે

ભારતીય ટીમ 17 વર્ષ બાદ ફરી એકવાર T20 વર્લ્ડકપ જીતવાના સપના સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેનોની લડાઈ છે. ટીમ ઈન્ડિયામાં એકથી વધુ બેટ્સમેન સામેલ છે. બોલર પણ તેની તાકાત બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતે ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ભારત આ વખતે T20 વર્લ્ડકપ જીતી શકે છે. આ અંગે પૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે આ વખતે ભારતીય ટીમ પાસે એક કે બે નહીં પરંતુ 4 ઓલરાઉન્ડર છે, જે કોઈપણ ટીમને પડકાર આપી શકે છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર શિવમ દુબેને ભારતીય ટીમનો નવો યુવરાજ સિંહ કહેવામાં આવે છે, પરંતુ હું માનું છું કે શિવમ દુબે નહીં, પરંતુ ભારતીય ટીમનો વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા વાસ્તવમાં નવો યુવરાજ સિંહ છે. તે યુવરાજ સિંહના રોલમાં એકદમ ફિટ બેસે છે.


આ ખેલાડી ટીમને વર્લ્ડકપ અપાવશે

વસીમ જાફરે કહ્યું કે ભારતીય ટીમ તમામ ટીમો કરતા ઘણી મજબૂત લાગે છે. ભારતીય ટીમ પર નજર કરીએ તો તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને સંજુ સેમસન જેવા અનુભવી બેટ્સમેન છે. આ વખતે ટીમમાં ચાર ઓલરાઉન્ડર પણ છે જેમાંથી ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા છે. વસીમ જાફરે કહ્યું કે જે રીતે ટીમને 2007માં યુવરાજને ઓલરાઉન્ડર તરીકે મળ્યો અને તેણે તે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી. તેવી જ રીતે આ વખતે હાર્દિક પણ યુવરાજના રોલમાં જોવા મળશે. હાર્દિક એક ઓલરાઉન્ડ ખેલાડી છે. બેટ્સમેન હોવાની સાથે હાર્દિક એક સારો બોલર પણ છે.

  • Follow us on: