- T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન શરમજનક રહ્યું
- ગેરી કર્સ્ટન પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા
- ગેરી કર્સ્ટને ખેલાડીઓની એકતા પર સવાલ ઉઠાવ્યા
ગેરી કર્સ્ટન T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેના હેઠળ પાક ટીમ સુપર-8માં પણ પહોંચી શકી નથી, આવી સ્થિતિમાં સમગ્ર ટીમ અને કોચિંગ સ્ટાફ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ગેરી કર્સ્ટને ખેલાડીઓની એકતા પર સવાલ ઉઠાવ્યા છે.
અકરમે કર્યો હતો દાવો
ગેરી કર્સ્ટનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા વસીમ અકરમે દાવો કર્યો હતો કે બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં 4 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી અને તેને યુએસએના હાથે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમમાં એકતા નથી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ગેરી કર્સ્ટને T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ ખેલાડીઓ સાથે વાત કરી હતી. જ્યારથી કર્સ્ટન ટીમમાં જોડાયો ત્યારથી તેણે ટીમમાં એકતા જોઈ નથી. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ કહે છે કે ખેલાડીઓ એકબીજાને સપોર્ટ કરતા નથી. તે આ પહેલા પણ ઘણી ટીમો સાથે કામ કરી ચુક્યો છે, પરંતુ તેને ક્યારેય ખેલાડીઓમાં એકતાનો અભાવ અનુભવાયો નથી. ગેરી કર્સ્ટને એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન ટીમના ખેલાડીઓનું ફિટનેસ લેવલ સારું નથી. પાકિસ્તાની ટીમની કુશળતા પણ અન્ય ટીમોની તુલનામાં ઘણી નબળી છે.
કોઈને કંઈ ખબર નથી
ગેરી કર્સ્ટન પાકિસ્તાનની ટીમના પ્રદર્શનથી નારાજ હશે જ. ખેલાડીઓ ઘણા વર્ષોથી ક્રિકેટ રમી રહ્યા છે, છતાં તેમને ખબર નથી હોતી કે કયો શોટ ક્યારે રમવો. કર્સ્ટને સ્પષ્ટ કર્યું છે કે ઉપરોક્ત માપદંડોને પૂર્ણ કરનાર કોઈપણ ખેલાડીને ટીમમાં સ્થાન મળશે અન્યથા તેને પડતો મૂકવામાં આવશે. અહેવાલો અનુસાર, કર્સ્ટન હાલમાં દક્ષિણ આફ્રિકામાં તેના ઘરે જશે કારણ કે પાકિસ્તાનની ટીમ ઓગસ્ટ મહિના સુધી કોઈ ક્રિકેટ રમવાની નથી.