• T - 20 વર્લ્ડ કપમા ક્રિકેટ રસીકો માટે મેગા સન્ડે, મોટો અપસેટ સર્જાયો
  • ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું 
  • સાઉથ આફ્રિકા વર્લ્ડ કપમાંથી બહાર

ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે 'ઓરેન્જ આર્મી'એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

[[$googlead]]

ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં નબળી નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ પરિણામ સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. જ્યારે આફ્રિકાની ટીમ બહાર થઈ ગઈ છે.

[[$alsoread]]

હવે ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે? તેનો નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ થોડા સમય બાદ લેવામાં આવશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ગ્રુપ-2નું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે.


  • Follow us on: