• અમ્પાયર્સમાં ભારતના મેનન તથા જયારમનનો સમાવેશ, શ્રીનાથ મેચ રેફરી રહેશે

  • આઇસીસીનો આ સૌથી મોટો ટી20 વર્લ્ડ કપ રહેશે
  • મેચ રેફરીમાં સૌથી અનુભવી રંજન મદુગલ્લેનો પણ સમાવેશ કરાયો

આઇસીસીએ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે પોતાના 20 અમ્પાયર તથા છ મેચ રેફરીના નામ જાહેર કર્યા છે. આ ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે જે નવ વેન્યૂમાં 28 દિવસમાં કુલ 55 મેચ રમશે. આઇસીસીનો આ સૌથી મોટો ટી20 વર્લ્ડ કપ રહેશે. છેલ્લી ઇવેન્ટની ફાઇનલમાં અમ્પાયરની ભૂમિકા અદા કરનાર કુમાર ધર્મસેના, ક્રિસ ગોફની તથા પોલ રફેલને પણ આ વખતે સ્થાન મળ્યું છે. મેચ રેફરીમાં સૌથી અનુભવી રંજન મદુગલ્લેનો પણ સમાવેશ કરાયો છે. સર્વાધિક ટી20 મેચોમાં રેફરી તરીકેનો અનુભવ ધરાવતા જૈફ ક્રોને પણ સ્થાન મળ્યું છે. ભારતના જયારમન મદનાગોપાલ તથા નીતિન મેનને પણ યાદીમાં સામેલ કરાયા છે. મેચ રેફરીની યાદીમાં જવાગલ શ્રીનાથનું પણ નામ છે.

મેચ અમ્પાયર્સ : ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગોફની, માઇકલ ગોફ, એડ્રિયન હોલ્ટસ્ટોક, રિચાર્ડ ઇલિંગવર્થ, અલાઉહદ્દીન પાલેકેર, રિચાર્ડ કેટલબરો, જયારામન મદનાગોપાલ, નીતિન મેનન, સામ નોગાજસ્કી, એહસાન રઝા, રાશિદ રિયાઝ, પોલ રફેલ, લેંગટોન રુસેરે, શાહિદ સિયાકત, રોડની ટકર, એલેક્સ વાર્ફ, જોએલ વિલસન, આસિફ યાકુબ. મેચ રેફરી : ડેવિડ બૂન, જૈફ ક્રો, રંજન મદુગલ્લે, એન્ડ્રયુ પાયક્રોફ્ટ, રિચી રિચાર્ડસન, જવાગલ શ્રીનાથ.


  • Follow us on: