• સુપર-8માં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યું
  • આ મેચમાં અક્ષર પટેલે પક્ડયો શાનદાર કેચ
  • આ કેચ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 24 રને જીત મેળવી છે. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના અક્ષર પટેલે શાનદાર કેચ પકડ્યો હતો. આ કેચ જોઈને મેદાનમાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અક્ષર પટેલની આ કેચે મેચની દિશા બદલી નાખી હતી.

મિશેલ માર્શે કેચ પકડ્યો

206 રનના સ્કોરનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને માર્શે શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે બંને ખેલાડીઓ મેચને ટીમ ઈન્ડિયાથી દૂર લઈ જઈ રહ્યા હતા ત્યારે કુલદીપ યાદવે પોતાની પ્રતિભા દેખાડી હતી. તેના બોલ પર માર્શે લેગ સાઇડ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અક્ષર પટેલે હવામાં કૂદીને કેચ પકડ્યો હતો. તેનો કેચ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મિચેલ માર્શે 28 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

કુલદીપ યાદવે પોતાની તાકાત બતાવી

કુલદીપ યાદવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે પોતાની તાકાત બતાવી છે. જ્યારે ટીમના અન્ય બોલરો રન ખર્ચી રહ્યા હતા ત્યારે તેણે ટીમ માટે જરૂરી વિકેટો મેળવી હતી. તેણે ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શને આઉટ કર્યા હતા. તેના ચાર ઓવરના સ્પેલમાં તેણે 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના શાનદાર સ્પેલને કારણે ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરી હતી.


  • Follow us on: