- T20 વર્લ્ડકપ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે
- બંને સેમિફાઈનલની ચાર ટીમો કન્ફર્મ થઈ ગઈ છે
- બંને નોકઆઉટ મેચો માટે મેચ અધિકારીઓની જાહેરાત
T20 વર્લ્ડકપ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. બંને સેમિફાઈનલની ચાર ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. જેમાં ભારત, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામેલ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચ રમશે. ગુયાનામાં 27 જૂને ઇંગ્લેન્ડ સામે આ મેચ રમાશે.
આ સાથે, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ ત્રિનિદાદમાં 26 જૂને રાત્રે 8.30 વાગ્યે અને 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ બંને નોકઆઉટ મેચો માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે.
પ્રથમ સેમિફાઇનલના કોણ હશે અમ્પાયર
ICC અનુસાર, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ અને નીતિન મેનન મેદાન પરના અમ્પાયર તરીકે રહેશે. રિચર્ડ કેટલબોરો આ મેચમાં થર્ડ અમ્પાયર હશે, જ્યારે અહેસાન રઝા ચોથા અમ્પાયર હશે. ઉલ્લેખનીય છે કે રિચર્ડ કેટલબોરો ચર્ચિત અમ્પાયર છે. જેમના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા છે.
ભારત-ઈંગ્લેન્ડ મેચમાં આ હશે અમ્પાયર
જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચની વાત કરીએ તો ક્રિસ ગેફની અને રોડની ટકર આ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હશે. જોએલ વિલ્સન આ મેચમાં ટીવી અમ્પાયર હશે. જ્યારે પોલ રીફેલ ચોથા અમ્પાયર તરીકે હાજર રહેશે. રિચર્ડ કેટલબરોના ઘણા નિર્ણયો ભારતીય ટીમની વિરુદ્ધ ગયા છે. ખાસ વાત એ છે કે રિચર્ડના આ નિર્ણયો નોકઆઉટ મેચમાં જ ભારત વિરુદ્ધ ગયા હતા. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જો તે બીજી સેમિફાઈનલ મેચમાં અમ્પાયર નથી તો ટીમ ઈન્ડિયાનું ટેન્શન દૂર થશે.