- 9 જૂને પાકિસ્તાન અને યુએસ વચ્ચે રમાશે મેચ
- ઓલરાઉન્ડર ઈમાદ વસીમ ઈજાને કારણે બહાર
- ટીમને આ ઓલરાઉન્ડરની ખોટ વર્તાઈ શકે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 6 જૂને વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. પાકિસ્તાનની પ્રથમ મેચ યજમાન યુએસએ સાથે થવાની છે. ફરી એકવાર વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની કમાન બાબર આઝમના હાથમાં છે. તે જ સમયે, ઓપનિંગ મેચ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. ટીમનો પાવરફુલ ઓલરાઉન્ડર ઈજાના કારણે પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમને આ ઓલરાઉન્ડરની ખોટ વર્તાઈ શકે છે.
ઇમાદ વસીમ પ્રથમ મેચમાંથી બહાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઓલરાઉન્ડર ઈમાદ વસીમના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. ઇમાદ વસીમ સાઇડ સ્ટ્રેનની ઇજાને કારણે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ટીમને આશા છે કે ઇમાદ આગામી મેચમાં રમતા જોવા મળશે. પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ઈમાદ વસીમની ગેરહાજરીની પુષ્ટિ કરી છે. બાબર કહે છે કે અમે આશા રાખીએ છીએ કે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ઇમાદ આગામી કેટલીક મેચોમાં રમતા જોવા મળશે.
ઇમાદ વસીમ T20 વર્લ્ડકપ માટે નિવૃત્તિ લઈને પાકિસ્તાન ટીમમાં પરત ફર્યો છે. ઈમાદે પાકિસ્તાન સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વસીમને T20 ક્રિકેટનો ઘણો અનુભવ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ઇમાદ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં સતત કમાલ કરી રહ્યો હતો. જે બાદ હવે ઈમાદ વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમનો ભાગ છે. તેની હાજરીથી પાકિસ્તાનની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.
T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), આઝમ ખાન, ફખર ઝમાન, અબરાર અહેમદ, હારિસ રઉફ, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ આમિર, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, શાદાબ ખાન, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન, સૈમ અયુબ.