• આઇપીએલમાં કાળઝાળ ગરમી વચ્ચે રમ્યા બાદ ભારતીય ટીમને પવન અને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે

  • ભારતની લીગ તથા સુપર-8 તબક્કાની તમામ મેચો ભારતીય સમય મુજબ સાંજે 8 વાગ્યે રમાશે
  • 50 ઓવર્સના વન-ડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું સુકાન મિચેલ માર્શ કરશે

આઇસીસીના ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 2024ની એડિશન અત્યાર સુધીની સૌથી મોટી મેગા ઇવેન્ટ રહેશે. પ્રથમ વખત એક જ સિઝનમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની કેપ્ટનશિપ જોશ બટલર કરશે. 50 ઓવર્સના વન-ડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું સુકાન મિચેલ માર્શ કરશે. એશિયન ઉપખંડની બે શક્તિશાળી ટીમ ભારત અને પાકિસ્તાને પોતાના અનુભવી સુકાની રોહિત શર્મા અને બાબર આઝમને જાળવી રાખ્યા છે. ટી20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડ માટે 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં રાખવામાં આવી છે. સુપર-8માં ક્વોલિફાય કરતા પહેલાં પ્રત્યેક ટીમો ગ્રૂપમાં ચાર-ચાર મેચો રમશે. પ્રત્યેક ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર-8 તબક્કામાં આગળ વધશે. ત્રીજાથી પાંચમા ક્રમે રહેલી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થશે. સુપર-8 ટીમોને બે અલગ અલગ ગ્રૂપમાં રાખવામાં આવશે અને ટોપની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ફાઇનલ મુકાબલો 29મી જૂને બાર્બાડોસ ખાતે થશે.

ભારતીય ટીમ મુખ્યત્વે સવારે પ્રેક્ટિસ કરે છે

રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ પોતાના ગ્રૂપ સ્ટેજની તૈયારીઓ સ્થાનિક સમય મુજબ સવારે 10:30 કલાકે શરૂ કરી દીધી છે. આઇપીએલ દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે પોતાની 90 ટકા મેચો ફ્લડ લાઇટમાં રમ્યા બાદ ભારતીય ખેલાડીઓને ન્યૂયોર્કમાં ઝંઝાવાતી પવન સાથે તાલમેલ બેસાડવાની જરૂર છે. સ્થાનિક તાપમાન 25થી 27 ડિગ્રી રહે તેવી સંભાવના છે. હળવા પવનની વચ્ચે સફેદ કૂકાબૂરા બોલ મુશ્કેલી ઊભી કરી શકે છે. આ તૈયારીઓને ગંભીર રીતે જેટ લેગવાળા ખેલાડીઓને સવારના માહોલમાં પ્રેક્ટિસ કરવાની તાકીદ કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓ પણ ટાઇમઝોનના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ભારતનો સંભવિત સુપર-8 કાર્યક્રમ

20મી જૂન : વિ. ન્યૂઝીલેન્ડ, બાર્બાડો, સાંજે 8:00 વાગ્યે

22મી જૂન : વિ. શ્રીલંકા, એન્ટિગુઆ, સાંજે 8:00 વાગ્યે

24મી જૂન : વિ. ઓસ્ટ્રેલિયા, સેન્ટ લ્યૂસિયા, સાંજે 8:00 વાગ્યે

  • Follow us on: