• T20 વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની મેચો સમાપ્ત થવાના આરે
  • ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024માં સુપર-8માં પહોંચી
  • સુપર-8માં 8 ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચવામાં આવશે

T20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ સ્ટેજની મેચો સમાપ્ત થવાના આરે છે. ટુર્નામેન્ટની સુપર-8 મેચ 19 જૂનથી રમાશે. સુપર-8માં 8 ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. જે બાદ તમામ ટીમોએ તેમના ગ્રુપમાં સામેલ અન્ય 3 ટીમો સામે મેચ રમવાની રહેશે. આ પછી, બંને જૂથમાં ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 ટીમ સુપર-8માં પહોંચી છે. આમાં ભારતીય ટીમ પણ સામેલ છે.

આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચશે કે નહીં? ભારતે સુપર-8માં જે 3 ટીમો સાથે મેચ રમવાની છે. તેમાંથી ભારતીય ટીમ દરેક બાબતમાં હાથ ઉપર છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે T20 વર્લ્ડકપમાં રમાયેલી દરેક મેચમાં ભારતે જીત મેળવી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે પણ ભારતનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં પહોંચવાનો ટીમનો રસ્તો સરળ લાગે છે.

અફઘાનિસ્તાન

ભારતીય ટીમને સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ બાર્બાડોસમાં રમાશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 8 T20 મેચ રમાઈ છે. ભારતીય ટીમે આમાંથી 7 મેચ જીતી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને ટીમો જાન્યુઆરી 2024માં 3 T20 મેચ રમી ચૂકી છે. આ 2 મેચમાં ભારતીય ટીમે 6-6 વિકેટથી જીત મેળવી છે.

જ્યારે ફાઈનલ મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ડ્રો રહી હતી અને સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરમાં પણ બંને ટીમોએ 16-16 રન બનાવ્યા હતા અને મેચ ફરી ડ્રો રહી હતી. આ પછી ફરીથી સુપર ઓવર રમાઈ, જેમાં ભારતની જીત થઈ હતી. જો T20 વર્લ્ડકપની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે અને તે તમામમાં ભારતે જીત મેળવી છે. વર્તમાન વર્લ્ડકપમાં તેમના પ્રદર્શનની વાત કરીએ તો અત્યાર સુધી બંને ટીમો ટૂર્નામેન્ટમાં અજેય રહી છે.

બાંગ્લાદેશ

સુપર-8માં ભારતની બીજી મેચ બાંગ્લાદેશ સામે થઈ શકે છે. ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશની છેલ્લી મેચ નેપાળ સામે છે, જેમાં તે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જો બાંગ્લાદેશ આ મેચ જીતે છે, તો તેનો સામનો 22 જૂને સુપર-8માં ભારતીય ટીમ સાથે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20માં અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમાઈ છે. ભારતે આમાંથી 12 મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીત્યું છે. બાંગ્લાદેશે 2019માં આ જીત હાંસલ કરી હતી. જ્યારે તે પછી 3 મેચ રમાઈ હતી અને તે તમામમાં ભારતે જીત મેળવી હતી. જ્યારે T20 વર્લ્ડકપની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 4 મેચ રમાઈ છે. ભારતીય ટીમે આ તમામ મેચ જીતી છે. વર્તમાન વર્લ્ડકપમાં ભારતે તેની 4 મેચમાંથી 3માં જીત મેળવી છે અને 1 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ અજેય રહીને સુપર-8માં પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમે 3 મેચમાંથી 2માં જીત મેળવી છે અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

  • Follow us on: