• 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી
  • આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું
  • અકમલે શીખ સમુદાય અને હરભજન સિંહની માફી માંગી

વર્લ્ડકપમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાની જીતી થઈ હતી. આ મેચની છેલ્લી ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી. આ ઓવરમાં પાકિસ્તાનને મેચ જીતવા માટે 19 રનની જરૂર હતી પરંતુ પાકિસ્તાનની ટીમ છેલ્લી ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી હતી. આ છેલ્લી ઓવરને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ઘણો નારાજ હતો. જે બાદ અકમલે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માફી માંગી છે.

કામરાન અકમલે માફી માંગી

વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન કામરાન અકમલે અર્શદીપ સિંહ વિશે કહ્યું હતું કે 12 વાગ્યા છે... કંઈ પણ થઈ શકે છે. અકમલના આ નિવેદનને શીખ સમુદાયના અપમાન તરીકે જોવામાં આવ્યું હતું. જેના પર અકમલે હવે માફી માંગી છે. X પર પોસ્ટ શેર કરતા કામરાન અકમલે લખ્યું કે હું મારી ટિપ્પણી માટે ખૂબ જ દિલગીર છું, હું હરભજન સિંહ અને શીખ સમુદાયની દિલથી માફી માંગુ છું. મારા શબ્દો તદ્દન અપમાનજનક હતા. હું શીખ સમુદાયના તમામ લોકોની માફી માંગવા માંગુ છું.

ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત હાંસલ કરી હતી. આ સાથે જ પાકિસ્તાનને આ વર્લ્ડકપમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા લગભગ સુપર-8માં પહોંચી ગઈ છે, તો બીજી તરફ પાકિસ્તાન સુપર-8માંથી બહાર થવાનો ખતરો છે. પાકિસ્તાનની આગામી બે મેચ આયર્લેન્ડ અને કેનેડા સાથે થવાની છે.


  • Follow us on: