• T20 વર્લ્ડ કપ 2024ના જૂન મહિનામાં યોજાશે
  • વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સહ-મેજબાની કરશે
  • T20 વર્લ્ડ કપમાં 20 ટીમો રમતી જોવા મળશે

ICC T20 વર્લ્ડ કપ 2024ના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત કરવામાં આવશે. આ વખતે T20 વર્લ્ડ પહેલા કરતા વધુ મોટું હશે કારણ કે તેમાં કુલ 20 ટીમો રમતી જોવા મળશે. દરેકની નજર ભારત-પાકિસ્તાન મેચના સત્તાવાર કાર્યક્રમ અને સ્થળ પર ટકેલી છે. Cricbuzz અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કથી 30 માઈલ દૂર સ્થિત સ્ટેડિયમમાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સહ-મેજબાની કરશે

ભારત અને પાકિસ્તાનની ટીમો પહેલીવાર અમેરિકામાં એકબીજા સામે રમતા જોવા મળશે. ન્યૂયોર્કના આ સ્ટેડિયમની ક્ષમતા 34,000 દર્શકોની છે. આવી સ્થિતિમાં, ત્યાં રહેતી બંને ક્રિકેટ ટીમોના ફેન્સ માટે આ ICC તરફથી એક મોટી ભેટ પણ ગણી શકાય. થોડા મહિના પહેલા અમેરિકામાં મેજર લીગ T20નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ફેન્સ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

T20 વર્લ્ડ કપમાં 20 ટીમો બનાવામાં આવશે

વર્ષ 2022માં ટી-20 વર્લ્ડ કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લી વખત ટકરાયા હતા ત્યારે વિરાટ કોહલીના બેટથી યાદગાર મેચવિનિંગ ઇનિંગ જોવા મળી હતી. વર્ષ 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેમાં ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. આ પછી, સુપર-8માં 4 ટીમોના 2 જૂથ હશે અને ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે.

14 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે

હાલમાં તમામનું ધ્યાન આગામી ODI વર્લ્ડ કપ પર છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. આ મેચને લઈને ચાહકોના પાગલપનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેચની તમામ ટિકિટો માત્ર થોડી જ સેકન્ડોમાં વેચાઈ ગઈ હતી.

  • Follow us on: