• મિચેલ માર્શ T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હશે
  • મિચેલ માર્શની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ તમામ સીરિઝ જીતી
  •  મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયન T20 ટીમનો વચગાળાનો કેપ્ટન

ODI વર્લ્ડકપ 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાએ હવે T20 વર્લ્ડકપ 2024ની તૈયારી ચાલુ કરી દીધી છે. આ વખતે T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઓસ્ટ્રેલિયાની ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ T20 વર્લ્ડકપ 2024માં અન્ય ખેલાડીની કપ્તાનીમાં રમતો જોવા મળશે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી અને ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવ્યું હતું.

કોચે આ ખેલાડી તરફ ઈશારો કર્યો

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ એન્ડ્રયું મેકડોનાલ્ડનું માનવું છે કે મિચેલ માર્શ T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયન T20 ટીમનો વચગાળાનો કેપ્ટન હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે T20 ક્રિકેટમાં કેપ્ટનશિપમાં કોઈ રસ દાખવ્યો નથી. પેટ કમિન્સે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર માર્શની કેપ્ટનશીપ હેઠળ T20 સીરિઝ રમી હતી. આ દરમિયાન પેટ કમિન્સે કહ્યું હતું કે તેણે કેપ્ટનશિપના બોજ વિના T20 ક્રિકેટ રમવાની મજા માણી છે.

માર્શની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ તમામ સીરિઝ જીતી

તમને જણાવી દઈએ કે, મિચેલ માર્શે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ હેઠળની તમામ T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમે તે તમામ સીરિઝ જીતી છે. મિચેલ માર્શની આગેવાની હેઠળ છેલ્લા 12 મહિનામાં ઓસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સાથે T20 સીરીઝ રમી છે અને આ તમામ સીરીઝમાં કાંગારૂ ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે.

મિચેલ માર્શને 2021 T20 વર્લ્ડકપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં માર્શનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પછી, ટીમે મિચેલ માર્શ પર વધુ આત્મવિશ્વાસ બતાવવાનું શરૂ કર્યું અને માર્શે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

  • Follow us on: