• ભારતનો સ્કોર જોઇને લાગતું હતું કે અમે આ મેચ આસાનીથી જીતી જઇશું

  • ભારત સામે પાકિસ્તાનની સાતમી હાર ભારતીય ફેન્સ માટે ખુશીનું કારણ
  • ભારતીય ટીમના સેંકડો ફેન્સ ઇન્ડિયા.. ઇન્ડિયા..ના નારા સાથે જોશીલો ડાન્સ કરી રહ્યા હતા

આઇસીસી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સામે પાકિસ્તાનની સાતમી હાર ભારતીય ફેન્સ માટે ખુશીનું કારણ બની તો પાકિસ્તાની ફેન્સ માટે આ દિલ તોડનારી બાબત હતી. ખાસ કરીને પાકિસ્તાની ટીમના એ ફેન માટે કે જેણે પાકિસ્તાનને ભારત સામે જીતતું જોવા પોતાનું ટ્રેક્ટર વેચીને મેચની ટિકિટ ખરીદી હતી.

ભારત-પાકિસ્તાનની મેચ બાદ અહીંના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બહારનો નજારો જોવાલાયક હતો. ભારતીય ટીમના સેંકડો ફેન્સ ઇન્ડિયા.. ઇન્ડિયા..ના નારા સાથે જોશીલો ડાન્સ કરી રહ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનના એક ફેને 3,000 ડોલર (અંદાજે અઢી લાખ રૂપિયા) ખર્ચીને ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટ ખરીદી હતી. પાકિસ્તાનનો પરાજય થતાં તે ઘણો નિરાશ થયો હતો. તેણે જણાવ્યું કે, મેં ભારત-પાકિસ્તાન મેચની 3,000 યુએસ ડોલરની ટિકિટ ખરીદવા મારું ટ્રેક્ટર વેચી દીધું હતું. અમે જ્યારે ભારતનો સ્કોર જોયો ત્યારે લાગ્યું કે પાકિસ્તાન આ મેચ આસાનીથી જીતી જશે. મેચ અમારા હાથમાં હતી પણ બાબર આઝમ આઉટ થયા બાદ અમે નિરાશ થઇ ગયા. ભારતની જીત પર હું તમામ ભારતીય ફેન્સને અભિનંદન પાઠવું છું. નોંધનીય છે કે પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગમાં ઊતરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 7 વિકેટે 113 રન બનાવી શક્યું હતું.


  • Follow us on: