રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024 જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ ફાઈનલ મેચ હારી જશે. પરંતુ જસપ્રિત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે મેચ જીતવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. હવે લગભગ 3 મહિના પછી રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે. રોહિતે કપિલ શર્મા શોમાં વાત કરતા કહ્યું હતું કે તેણે ફાઈનલ મેચમાં પોતાના ખેલાડીઓને ખુલ્લી છુટ આપી હતી.
રોહિત શર્માએ ખેલાડીઓને આપી હતી ખુલ્લી છુટ
રોહિત શર્માની આ છુટના કારણે જ ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ આક્રમક રમતા જોવા મળ્યા હતા. તેણે પોતાના ખેલાડીઓને એમ પણ કહ્યું કે અમ્પાયર જીતવા માટે એક કે બે દંડ ફટકારે તો પણ કોઈ સમસ્યા નથી. જેને કહેવું હોય તે કહે. આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીSએ 59 બોલમાં સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. જ્યારે અર્શદીપ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.
ભારતની જીતના હીરો
વિરાટ કોહલી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રનની ઈનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
જસપ્રીત બુમરાહ
સાઉથ આફ્રિકની જીત એક તબક્કે નિશ્ચિત લાગતી હતી ત્યારે બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.
અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહે 4 ઓવરમાં 20 રન આપી માર્કરમ અને ડીકોકની વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે ખતરનાક બની રહેલા ક્લાસેન, ડેવિડ મિલર સહિત રબાડાની વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલ
અક્ષર પટેલે બેટિંગમાં ધમાલ મચાવતા 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જે બાદ બોલિંગમાં 1 વિકેટ લીધી હતી. જોકે તે ખર્ચાળ સાબિત થયો હતો.
સૂર્યકુમાર યાદવ
T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ડેવિડ મિલર છેલ્લી ઓવરના પહેલા બોલ પર દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો. આફ્રિકાને ફાઇનલમાં જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાની ઓવરના પહેલા બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે મિલરે સીધો શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો પરંતુ અંતે સૂર્યાએ બે પ્રયાસમાં કેચ લઈને તેને પેવેલિયન મોકલી દીધો હતો. આ કેચ બાદ મેચ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં રહી હતી.
રિષભ પંત
રોહિતે આ ખુલાસો એક શોમાં સાથી ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ સાથે કર્યો હતો. રોહિતે કહ્યું કે જ્યારે સાઉથ આફ્રિકા ટીમને 30 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે પંતે ઈજાના બહાને થોડા સમય માટે મેચ રોકી દીધી હતી. આનાથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની લય તૂટી ગઈ, જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને થયો હતો.
મેચની સ્થિતિ
T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. દિલધડક મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કલાસને 27 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 39 રન, સ્ટબ્લસે 31 રન અને મિલરે 21 રન બનાવ્યા હતા.