- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે
- ભારત ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે
T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. ભારતીય ટીમ પોતાના અભિયાન શરૂઆત 5 જૂનથી આયર્લેન્ડ સામે કરશે. આ પહેલા ટીમ ઈન્ડિયા ન્યુયોર્કમાં પ્રેકટીસ મેચ રમવા માંગે છે. પરંતુ ભારતને આ મેચ ફલોરીડામાં રમવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે BCCI ભારત-પાકિસ્તાનની મેચને ધ્યાનમાં રાખીને ન્યુયોર્કમાં પ્રેકટીસ મેચ રમવા માંગે છે. ભારતીય ટીમને તેની પ્રથમ 4 મેચમાંથી 3 ન્યૂયોર્કમાં રમવાની છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ICC અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ટીમ ઈન્ડિયાને ફ્લોરિડામાં પ્રેક્ટિસ મેચ રમવા માટે કહ્યું છે.
પ્રેક્ટિસ મેચ માટે કોકડું ગૂંચવાયું
જો ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ રમે છે તો તેને સ્વાભાવિક રીતે જ ફાયદો થશે. કારણ કે અહીં તેને પાકિસ્તાન સામે પણ મેચ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ન્યૂયોર્કની સ્થિતિને અનુરૂપ થઈ શકશે પરંતુ ICC તેને મંજૂરી આપી રહ્યું નથી. કારણ કે તેનાથી ટીમ ઈન્ડિયાને તેનાથી ફાયદો થઈ શકે છે અને આ મુદ્દે વિવાદ થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે BCCIનું શું વલણ છે.
પ્રેક્ટિસ મેચ ક્યારે થશે?
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ 25 કે 26 મેના રોજ યોજાઈ શકે છે. પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ 21 મેના રોજ વર્લ્ડકપ માટે રવાના થશે, પરંતુ પછી આ તારીખ ટાળી દેવામાં આવી હતી. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે તે સૌથી પહેલા અમેરિકા જવા રવાના થશે. કેટલાક ખેલાડીઓ જેમની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે તેઓ 24 મેના રોજ અમેરિકા જવા રવાના થશે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરવા જઈ રહી છે. T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા 4 લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામેલ છે. આ ગ્રૂપ પછી, બીજો સુપર 8 રાઉન્ડ થશે અને આ ગ્રૂપમાંથી ટોચની 4 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.