• ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે
  • ભારત-પાકિસ્તાન મેચની એક ટિકિટનો ભાવ લગભગ 16 લાખ રૂપિયા
  • લલિત મોદીએ ICC પર ગુસ્સો વ્યક્ત કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. ટી20 વર્લ્ડકપ 2024ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત-પાકિસ્તાન મેચની એક ટિકિટ લગભગ 16 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ICCની ઝાટકણી કાઢી છે.

લલિત મોદી થયો ગુસ્સે

લલિત મોદીએ X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, જાણીને આશ્ચર્ય થયું કે ICC ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટ 20 હજાર ડોલરમાં વેચી રહી છે. યુ.એસ.માં વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ક્રિકેટ આગળ વધે અને ચાહકો જોવા માટે આવી શકે. એટલા માટે નહીં કે તેના દ્વારા પૈસા કમાઈ શકાય.


સૌથી સસ્તી ટિકિટ કેટલાની છે?

જો આપણે ICCની ઓફિશિયલ વેબસાઈટ તપાસીએ તો અહીં કંઈક અલગ જ જોવા મળે છે. ICCની વેબસાઈટ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ 300 ડોલરથી શરૂ થાય છે. એટલે કે ભારત-પાક મેચની સૌથી સસ્તી ટિકિટ લગભગ 25 હજાર રૂપિયાની છે.

8 લાખ રૂપિયાની છે સૌથી મોંઘી ટિકિટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સૌથી મોંઘી ટિકિટ 10 હજાર ડોલરની હોવાનું જણાય છે. આ ડાયમંડ ક્લબની ટિકિટ હશે. જો ભારતના સંદર્ભમાં જોઈએ તો આ ટિકિટની કિંમત 8 લાખ રૂપિયાથી વધુ હશે. પરંતુ 20 હજાર ડોલરની ટિકિટ ICCની વેબસાઇટ પર દેખાતી ન હતી.

  • Follow us on: